નવસારી જિલ્લામાં અનેક કૌભાંડો સામે આવતા મહેસુલ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો
અબતક, ગાંધીનગર
કેન્દ્ર અને રાજ્ય સરકાર હું માફિયાઓ પર અંકુશ મેળવવા માટે અનેક પગલાઓ લઇ રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં પહેલે નવસારી જિલ્લામાં જે જમીન કૌભાંડો સામે આવ્યા તેને ધ્યાને લઇને મહેસુલ મંત્રી દ્વારા એસઆઇટી ટીમની રચના કરવા માટેનો નિર્ણય લીધેલો છે. સાથોસાથ મહેસુલ મંત્રીએ આ અંગે પત્રકાર પરિષદ સંબોધી હતી અને જણાવ્યું હતું કે રાજ્યમાં જે રીતે ગેરકાયદે જમીન સોદા થઈ રહ્યા છે તેના પર અંકુશ લગાવવા માટે ટીમની રચના કરાઈ છે.
મહેસૂલ મંત્રીના જણાવ્યા મુજબ છેલ્લા એક જ વર્ષમાં રાજ્યમાં છેતરપિંડીના 12 જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે અને કૌભાંડો અંગે ફરિયાદ પણ નોંધાઈ છે. ત્યારે આ પ્રકારની સ્થિતિ આવનારા સમયમાં ન ઉદ્ભવે તે માટે સરકાર દ્વારા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. સાથો-સાથ મહેસૂલ વિભાગમાં થઈ રહેલી ગેરરીતિને અટકાવવા માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લીધો છે. આ અંગે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ગેરરીતિ મામલે જઈંઝની રચના કરવામાં આવશે. જેમાં મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ હશે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે માટે જમીન સંપાદનમાં ગેરરીતિ થઈ છે. જેમાં મહેસૂલ ખાતાના અધિકારીઓએ જમીન સંપાદનમાં કરોડોના વહીવટ કરીને ભ્રષ્ટાચાર કર્યો છે. જમીન સંપાદનમાં બનાવટી ડોક્યુમેન્ટ, બનાવટી પાવર ઓફ એટર્નીથી અધિકારીઓએ 12 કરોડ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આમ તો કૌભાંડ ઉજાગર કરવાનું કામ વિપક્ષે કરવું જોઈએ પરંતુ હું જ આ કામ કરી રહ્યો છું.
મહેસૂલ મંત્રીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, સરકારે લગભગ આ પ્રકારના 12 જેટલા કિસ્સા શોધ્યા છે, જેમાં પહેલા કિસ્સાની અંદર લગભગ દોઢ કરોડ રૂપિયાનો ર્ભ્ષ્ટાચાર થયો છે. તેના માટે પાવર ઓફ અટર્ની, બનાવટી ક્ધસાઈન્ટ લેટર, બનાવટી ડોક્યુમેન્ટ તે બધા સાઉથ આફ્રિકાથી મંગાવવામાં આવ્યા હતા. એ જે ટીમની રચના કરવામાં આવશે જેનાથી આ પ્રકારના જે જમીન કૌભાંડો થઈ રહ્યા છે તેના પર અંકુશ મૂકાશે.