અલગ તારવેલા ૧ લાખ કરદાતાઓની સ્ક્રુટીની થશે
નોટબંધી બાદ રીવાઈસ રીટર્નમાં આવકનો એકાએક ઉછાળો દર્શાવનાર કરદાતાઓને સ્ક્રુટીનીનો સામનો કરવો પડે તેવી શકયતા છે.
તાજેતરમાં આવકવેરા વિભાગે બેન્કો પાસેી મળેલી વિગતોના આધારે હાઈ રીસ્કના ૧ લાખ કેસો અલગ તારવ્યા હતા. એકાએક આવકમાં યેલા ઉછાળા અને રીવાઈસ રીટર્ન અંગે આવકવેરા વિભાગ કરદાતાને સવાલો પુછશે.
એક સો લાખો લોકોની ખાસ તપાસ કરવાની જગ્યાએ આવકવેરા વિભાગ તપાસના આધારે અલગ તારવેલા કરદાતાની સ્ક્રુટીની કરવાની તૈયારી કરી રહ્યું છે. મોટાભાગની સ્ક્રુટીની ઓનલાઈન કરવામાં આવશે. કરદાતાઓ પાસે ઈ-મેઈલી જવાબ માંગવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે, કાળુ ધન જાહેર કરવાની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં માત્ર ‚.૫૦૦૦ કરોડ જ જમા યા છે. માટે સરકાર વધુ કાળા ધનની તપાસ તેજ બનાવી રહી છે.