યુવક મહોત્સવના અંતિમ દિવસે દુહા-છંદ, કલે મોડલીંગ, રંગોળી, ભજન, પ્રાચીન રાસ સાથેની પ્રતિમા સ્પર્ધકોએ રજુ કરી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુસુપ્ત શકિતઓ બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્સાહિત કરવાના હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ૧ ઓકટોમ્બરથી ૪૭માં યુવક મહોત્સવનો રંગેચંગે પ્રારંભ કરવામાઁ આવ્યો હતો. અને ગઇકાલે ભવ્ય રીતે યુવક મહોત્વનું સમાપન થયું. આ વર્ષના યુવક મહોત્સવમાં સ્પર્ધકોની સંખ્યા ગયા વર્ષની સરખામણીએ ઓછી નજરે પડી હતી. પરંતુ યુવાનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ તેમજ રજીસ્ટ્રાર ડો. ધીરેન પંડયાએ યુવક મહોત્સવને સફળ બનાવવા માટે શુભેચ્છા પાઠવી હતી. આ યુવક મહોત્સવમાં યુવાનો એ દુહા, છંદ, સંગીત સ્પર્ધા, રંગોળી, ભજન, પ્રાચીન રાસ જેવી અનેક કૃતિ રજુ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.મહિલા કોલેજ કામછાના ચેતના ઠુંમરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમોએ આ યુવક મહોત્સવમાં લધુનાટક દશ્યો પણ રજુ કર્યુ હતું. આ નાટકમાં મેસેજ અમારો એ જ હતો કે લોકો જ્ઞાની હોવા છતાં પણ અક્ષાનતા તરફ પ્રેરાય છે. તેમજ સ્વચ્છ ભારત કઇ રીતે રાખવું તેનો પણ મેસેજ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત દુહા છંદ આપણી સાહિત્ય જગતની વાર્તાઓ જેમાં કારતકથી લઇ આષો સુધીના માસનું વર્ણન દુહા દ્વારા અમારી વિઘાર્થીની બહેનોએ કરેલું હતું. આ યુવક મહોત્સવથી વિઘાર્થી આગળ વધે છે અને બધી જ રીતે પ્રેરાય છે.રાજકોટની પ્રસિઘ્ધ ક્રાઇસ્ટ કોલેજની વિઘાર્થીની અંજલી ગામીએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમોએ કલે મોડલીંગમાં ભાગ લીધેલ છે. જેમાં અમો ડિસ્ક કલે જેમાં જે ભાત બનાવેલી છે. તેમાં ઝાડ, પાન, ઘર વગેરેની ડીઝાઇન દર્શાવવામાં આવી છે અને ૧૦ દિવસથી હું આની પાછળ લાગી હતી ત્યારે આજે આ વસ્તુ સફળ બની છે.પી.ડી. માલવીયા કોલેજની વિઘાર્થીની ઉવર્શી દુધરેજીયાએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ હું બી.કોમ. માં અભ્યાસ કરી રહી છું. આ યુવક મહોત્સવમાં રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આજે મે નેચર ઉપર રંગોળી બનાવી છે. અંદાજે હું ૪ થી પ વર્ષ થયા રંગોળી બનાવું છું. પહેલેથી જ મને રંગોળી બનાવવાનો આનંદ થાય છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં હું ભાગીદાર થાય છું અને આ વર્ષના યુવક મહોત્સવની વ્યવસ્થા પણ ખુબ જ સુંદર હતી.