વેપારી અને ગ્રાહક બન્નેને વસ્તુની લે-વેચ માટે થશે ફાયદો
ઓનલાઇન શોપિંગના કારણે સ્થાનીક અને નાના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કેમ કે મોટા ભાગે લોકો હવે ઓનલાઇન શોપિંગ કરતા થયા છે.
જેથી સ્થાનીક વેપારીઓનો ધંધો ઓછો થવા લાગ્યો છે અને બજારમાં મંદી વર્તાઇ રહી છે.
ઓનલાઇન થતી ખરીદીનું મુખ્ય કારણ ત્યાં સામે જ બતાવવામાં આવતી લોભામણી ઓફરો ખરેખર તેના જેવી અને તેના કરતાં પણ સારી ઓફર આપણા નજીકના માર્કેટમાં ચાલુ જ હોય છે જેની બધાને ખબર હોતી નથી આ એપ્લિકેશનનો મુખ્ય ઘ્યેય રિટેલ માર્કેટમાં ચાલતી ઓફરની માહીતી લોકો સુધી પહોચાડી અને ખરીદીનું માઘ્યમ રિટેલ બજારને બનવાનો છે જેથી બજારમાં રૂપિયો ફરતો થશે અને લોકલ માર્કેટમાંથી ધીમે ધીમે મંદી દુર થશે આવા સમયે સ્થાનીક બજારમાં ખરીદી વધે તે માટે રાજકોટ ના ૩ યુવકો RETAIL CHARIOT નામની એક ખાસ મોબાઇલ એપ્લિકેશન બનાવી છે. આ એપ્લિકેશનની મદદથી ગ્રાહકોને ખરીદીમાં અને વેપારીઓને ધંધામાં અમે બંનેને ફાયદો થશે. તો વધુમાં વધુ લોકો આનો લાભ લે.
આ એપ્લીકેશનની મદદથી ગ્રાહકો વેપારીઓનો સીધો સંપર્ક કરી શકશે RETAIL CHARIOT નામની બનાવાયેલ આ એપ્લિકેશન સૌથી અલગ છે. જેમા એપ્લિકેશન ફકત માઘ્યમ બને છે આ મોબાઇલ એપ્લિકેશન વેપારીઓ અને ગ્રાહકો બંને માટે તદન ફ્રી છે વેપારીઓ પોતાની પ્રોડકટ ના ફોટો અને ચાલતી ઓફર કોઇપણ જાતનો ચાર્જ ચુકવ્યા વગર અપલોડ કરી શકશે અને આ એપ્લિકેશન સાથે જોડાયેલા દરેક વ્યકિત સુધી વિના ખર્ચે તેની માહીતી પહોચાડી શકશે.
આ કોઇ ઓનલાઇન ખરીદી માટેની એપ્લિેકશન નથી પણ એપ્લિકેશનમાં પ્રોડકટ, ઓફર અને દુકાન કે શોરુમની માહીતી જોઇ જે તે દુકાન અથવા શોરુમ પર જઇ વસ્તુ જોઇને ખરીદી કરવા માટે છે. આ એપ્લિકેશનનો વધુમાં વધુ લોકો લાભ લ્યે તેમજ એપ્લિકેશનની માહીતી આપવા અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.