સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૯ની યાદીમાં મોખરે રહેતું આપણું રાજ્ય ગુજરાત
ગુજરાતના 2 શહેરો અમદાવાદ તથા રાજકોટ ને મળ્યું ટોપ 10 માં સ્થાન
આ સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના ૪૦૪૧ શહેરોમાંથી રાજકોટ શહેરે દેશમાં ૯મુ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ અંતર્ગત એવોર્ડ સમારોહ આજરોજ દિલ્હી ખાતે યોજાયેલ એવોર્ડ સમારોહમાં મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડે.કમિશનર ચેતન ગણાત્રા તેમજ સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયાએ એવોર્ડ સ્વીકાર્યો.
મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
જેના અનુસંધાને તમામ શહેરો અને નગરો સ્વચ્છ બને તે કામગીરીમાં ગતિ આવેલ. તાજેતરમાં ભારત દેશ દ્વારા દેશના તમામ શહેરો નગરોમાં “સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯” અંતર્ગત હરિફાઈ યોજવામાં આવેલ. આ હરીફાઈમાં કુલ ૫૦૦૦ માર્ક્સ સાથે જુદા જુદા વિષયો જેવા કે, ગાર્બેજનો નિકાલ, શૌચક્રિયા મુક્ત શહેર, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, સિટી ફીડબેક વિગેરે જુદા જુદા વિષય પર જુદા જુદા માર્ક્સ આપવામાં આવેલ. જેમાં રાજકોટ શહેરે કુલ ૫૦૦૦ માર્ક્સ માંથી ૪૦૦૦ માર્ક્સ સાથે સમગ્ર દેશમાં ૯મુ સ્થાન અને ગુજરાત રાજ્યમાં બીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે.
ભારત સરકાર દ્વારા આજરોજ વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે સ્વચ્છતા સર્વેક્ષણનું પરિણામ અને એવોર્ડ સમારોહ યોજવામાં આવેલ છે. આ સમારોહમાં મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડે.કમિશનર ચેતન ગણાત્રા તેમજ સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા ભાગ લેવા દિલ્હી ખાતે આ સમારોહમાં ઉપસ્થિત રહેલ.
આ સમારોહ અંતર્ગત મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, દેશના ૪૦૪૧ શહેરો અને નગરોને સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯માં ભાગ લીધેલ. જેમાં દેશના ટોપ ૧૦ શહેરોની યાદીમાં રાજકોટ શહેરએ ૯મુ સ્થાન પ્રાપ્ત કરેલ છે જયારે અમદાવાદ ૦૬માં ક્રમે છે. વિશેષમાં ગુજરાત રાજ્યમાં રાજકોટે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે રાજકોટના નાગરિકો માટે ગૌરવની બાબત છે.
અહીં એ બાબત પાન ઉલ્લેખનીય બની રહેશે કે, સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ અંતર્ગત દેશમાં ટોપ-૧૦ શહેરોમાં પસંદગી પામેલા રાજકોટ અને અમદાવાદને થ્રી સ્ટાર અને ઓ.ડી.એફ.++ (પ્લસ પ્લસ) સ્ટેટસ પાન એનાયત કરવામાં આવેલ છે. સ્વચ્છતા સંબંધી વિવિધ માપદંડોને અનુસરી રહેલા રાજકોટ શહેર જાહેર શૌચક્રિયામાંથી મુક્ત થઇ ચૂકેલું છે અને સંબંધિત જનસમુદાય માટે તેમના રહેઠાણની સાવ નજીકમાં જ જાહેર સૌચાલયોનો પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે જેની કેન્દ્ર સરકારશ્રીએ નોંધ લીધી છે. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત તંત્રની સાથે સાથે શહેરના નગરજનોનો પણ ખુબ જ સહકાર મળેલ છે. ભવિષ્યમાં રાજકોટ પ્રથમ ક્રમે આવે તેવી આશા પદાધિકારીઓએ વ્યક્ત કરેલ.