૯૯.૯૯ ટકા સાથે સેકન્ડ રેન્ક મેળવનાર અગમ દલાલનું એક જ સુત્ર હાર્ડ વર્ક નહીં સ્માર્ટ વર્ક મહત્વનું
આઈસીએઆઈ દ્વારા સીએની ફાઈનલ પરીક્ષાનું પરીણામ જાહેર થયું છે. જેમાં સીએ ફાઈનલનું જુના કોર્સનું અને નવા કોર્સનું મળીને એકંદરે ગુજરાતનું પરીણામ સારું આવ્યું છે. ગુજરાતમાંથી ટોપ ટેનમાંથી ૭ ગુજરાતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આઈસીએઆઈ દ્વારા ગત મેમા સીએ ફાઈનલની પરીક્ષા લેવાઈ હતી. જેમાં આ વર્ષે ઈન્સ્ટીટયુટ દ્વારા જુના કોર્સમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓની જુના કોર્સ પ્રમાણે જુની પઘ્ધતિ મુજબ પરીક્ષા લેવાઈ હતી. આ જુના કોર્સમાં સમગ્ર દેશમાંથી બંને ગ્રુપના વિદ્યાર્થીઓ પાસ થતા જુના કોર્સનું ૨૪.૭૮ ટકા પરીણામ રહ્યું છે. ગ્રુપ-૧માં ૩૮૬૯૬ વિદ્યાર્થીમાંથી ૬૧૯૫ પાસ થતા ગ્રુપ-૧નું ૧૬ ટકા અને ગ્રુપ-૨માં ૩૭૩૫૦ માંથી ૫૦૭૫ પાસ થતા ૧૩.૫૯ ટકા પરીણામ રહ્યું છે. જે ગત નવેમ્બરના પરીણામની સરખામણીમાં બને ગ્રુપમાં વઘ્યું છે.
અમદાવાદ સેન્ટરમાં જુના-નવા કોર્સમાં બોય ગ્રુપમાં ૯૦૭ વિદ્યાર્થીમાંથી ૨૫૧ પાસ થતા સીએ ફાઈનલનું ૨૭.૬૭ ટકા પરીણામ રહ્યું છે. મેની પરીક્ષામાં ૧૦૪૦ માંથી ૧૪૫ પાસ થયા છે અને ગ્રુપ-૨માં ૧૨૯૬ માંથી ૧૪.૭૪ ટકા પરીણામ મળ્યું છે. સીએ ફાઈનલ પરીક્ષામાં અમદાવાદ સેન્ટરમાં ૨૬ વિદ્યાર્થીમાંથી ૧૦ પાસ થતા ૩૮.૪૬ ટકા પરીણામ રહ્યું છે.
જયારે સુરત સેન્ટરમાંથી ૩ વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે. જેમાં પ્રીત શાહ, નમન કેજરીવાલ અને સાગર શાહનો સમાવેશ થાય છે. આગમ દલાલ નામના વિદ્યાર્થીએ ૯૯.૯૯ ટકા માર્કસ મેળવ્યા છે. તેણે કહ્યું કે, ‘મારા પિતા શેર બ્રોકર છે અને તેમના મતે સીએની પરીક્ષામાં રેન્ક મહત્વનો નથી.
પાસ થવું મહત્વનું છે હું છેલ્લા છ મહિનાથી સોશયલ મિડીયાથી અળગો છું મારા મતે હાર્ડ વર્ક નહીં પણ સ્માર્ટ વર્ક મહત્વનું છે. જયારે ૩જો રેન્ક અનુરાગ બગરીયા ૪થો રેન્ક દેવાંશ શાહ, ૫મો રેન્ક સૌરભ ગોરસીયાએ પ્રાપ્ત કર્યો છે.અનુરાગના જણાવ્યા અનુસાર તે કોર્પોરેટ સેકટરમાં જોબ કરવા માંગે છે સાથે સાથે બીએફએ અને એમબીએ (ફાઈનાન્સ)ની તૈયારી પણ કરે છે. અનુરાગના પિતા ટેકસટાઈલ ઉધોગ સાથે જોડાયેલા છે
જયારે તેની માતા હાઉસવાઈફ છે તે તેના પરીવારમાં પ્રથમ સીએ છે. જયારે મુળ અમદાવાદના દેવાંશ શાહ અમદાવાદમાં બીજો ક્રમ મેળવ્યો છે. તેના જણાવ્યા પ્રમાણે મને મ્યુઝીક બહુ પ્રિય છે. મને પાયાનો અને ગીટાર વગાડવાનો ખુબ જ શોખ છે.
મને ટીવીમાં રિયાલીટી શો જોવાનો પણ શોખ છે. મને એમ હતું કે હું લોના પેપરમાં ફેઈલ થઈશ પરંતુ આશ્ર્ચર્ય સાથે મેં સારો દેખાવ કર્યો. અમદાવાદમાં સીએ ફાઈનલમાં સાતમો ક્રમ મેળવનાર સાગર શાહ નવા કોર્ષના ટોપ ૧૦ રેન્કરમાંના એક છે. તેમણે જણાવ્યું કે, મને ઈંગ્લીશ મુવી જોવાનો અને સિરિયલ જોવાનો શોખ છે. મારા પિતા અને ભાઈ બંને સીએ છે. મારે હજી આગળ ભણવા યુએસ અને કેનેડા જવું છે.
હું મારી કારકિર્દી મલ્ટીનેશનલ કંપનીમાં બનાવવા ઈચ્છુ છું. ઉલ્લેખનીય છે કે નવા કોર્સમાં સાગર શાહ સાતમાં ક્રમે, જીનય શાહ ૧૨માં અને સ્નહલ ઠાકર ૨૦માં ક્રમે છે ત્યારે જુના કોર્સમાં સપન શાહ ૧૬માં ક્રમે, ખુશ્બુ તંબોલી ૧૯માં, શુભમ મુદ્રા ૨૦, ચાર્મી ઠાકર ૨૩, ઉર્વી શાહ ૨૬, પુજા અગ્રવાલ ૩૧, યશ્વી શાહ ૪૧ અને શોભીત ડાગ ૪૭માં ક્રમે છે.