ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ માસમાં લેવાયેલ ધો.૧૦ અને ૧૨ની પુરક પરિક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે.
૮ થી ૧૧ જુલાઈ-૨૦૧૭ દરમ્યાન લેવાયેલ એસ.એસ.સી પુરક પરિક્ષાનુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.
પરિક્ષામા જે ઉમેદવારો માર્ચ-૨૦૧૭ની પરિક્ષામાં ૧ અથવા ૨ વિષયમાં સુધારણને અવકાશ ધરાવતા હોય તેઓ પોતાનું વર્ષ બચાવી શકે છે.ચાલુ વર્ષે આવા ૮૦૯૦૦ પાત્ર ઉમેદવારો પૈકી ૫૩૨૮૯ ઉમેદવારોએ પુરક પરિક્ષામાં બેસવા સંમતી આપેલ હતી તે પૈકી ૪૯૧૭૧ ઉમેદવારો હાજર રહ્યા હતા.સૈથી ઓછુ પરિણામ દાહોદ જીલ્લાનું ૧૧.૯ ટકા સૌથી વધુ પરિણામ નવસારી જીલ્લામાં ૩૪.૧ ટકા આવેલ છે.ગુજરાતી માધ્યમનું પરિણામ ૨૭.૯ ટકા અંગ્રેજી માધ્યમનું પરિણામ ૨૬.૪ ટકા તથા હિન્દી માધ્યમનું પરિણામ ૧૭.૪ ટકા આવેલ છે.