૬૯૭ માર્કસની સાથે પંજાબનો નવદીપ દેશમાં પ્રથમ જયારે ટોપ ૨૫માં ગુજરાતના બે વિદ્યાર્થીઓ
મેડિકલ પ્રવેશ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએસઈ) દ્વારા લેવામાં આવતી નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રાસ ટેસ્ટ (નીટ)ના પરિણામો જાહેર થઈ ચુકયા છે.
જે એંકદરે મધ્યમ કહી શકાય તેવુ રહ્યુ છે.જેમાં દેશના ટોપ ૨૫ વિદ્યાર્થીમાં ગુજરાતમાંથી બે વિદ્યાર્થી છે જ્યારે ટોપ ૫૦૦માં ગુજરાતના ૭થી વધુ વિદ્યાર્થી છે.ગુજરાતમાંથી પરીક્ષા આપનારા અંદાજે ૮૦ હજારથી વધુ વિદ્યાર્થીમાંથી ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીએ નીટ પાસ કરી હોવાનો અંદાજ છે.જ્યારે ૭૨૦માંથી ૫૦૦થી વધુ માર્કસ ધરાવતા અંદાજે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ છે. દેશની સરકારી મેડિકલ-ડેન્ટલ કોલેજોમાં ૧૫ ટકાના ઓલ ઈન્ડિયા ક્વોટા તેમજ વિવિધ રાજ્યોની સરકારી કોલેજોમાં ૮૫ ટકા અને ખાનગી કોલેજોમાં ૧૦૦ ટકા બેઠકોમાં પ્રવેશ માટે સુપ્રીમના આદેશ પ્રમાણે આ વર્ષે દેશભરમાં પ્રથમવારની ફરજીયાત નીટ ૭મી મેના રોજ લેવાઈ હતી.હાલ દેશમાં ઉપલબ્ધ ૪૭૦ મેડિકલ કોલેજોનીં ૬૫૧૭૦ બેઠકો અને ડેન્ટલ કોલેજોની ૨૫૭૩૦ બેઠકો માટે લેવાયેલી આ પ્રથમવારનીટનું અગાઉ જાહેર થનારું પરિણામ સુપ્રીમમાં થયેલી પીટિશનને પગલે થોડા દિવસ મોડું આજે જાહેર થયુ છે. જેમાં દેશભરમાંથી ભારતીય તથા વિદેશી અને એનઆરઆઈ સહિતના મળીને નોંધાયેલા ૧૧,૩૮,૮૯૦માંથી પરીક્ષા આપનારા ૧૦૯૦૦૮૫ વિદ્યાર્થીમાંથી ૬૧૧૫૩૯ વિદ્યાર્થી ક્વોલિફાઈ થયા છે.આ વર્ષે પ્રથમવાર સીબીએસઈએ વિદેશી વિદ્યાર્થીઓ સાથેની કેટેગરીમાં પણ પરીક્ષાની તક આપતા વિદેશના ૩૯૧માંથી ૨૪૫, એનઆરઆઈમાં ૧૩૭૦માંથી ૧૧૦૬,ઓવરસીઝ ઈન્ડિયન્સમાં ૪૨૬માંથી ૩૨૧ અને પીઆઈઓ(પર્સન ઓફ ઈન્ડિયન ઓરિઝિન)માં ૫૮ વિદ્યાર્થીમાંથી ૪૭ વિદ્યાર્થી પાસ થયા છે. સીબીએસઈ દ્વારા દેશના ટોપ ૨૫ વિદ્યાર્થીની ઓલ ઈન્ડિયા રેન્ક યાદી જાહેર કરાઈ છેજેમાં દેશમાં પ્રથમ નંબરે ૭૨૦ માર્કસમાંથી ૬૯૭ માર્કસ અને ૯૯.૯૯૯ પર્સેન્ટાઈલ સાથે પંજાબનો વિદ્યાર્થી નવદીપ સિંઘ આવ્યો છે.જ્યારે બીજા અને ત્રીજા નંબરે મધ્ય પ્રદેશના બે વિદ્યાર્થીઓ આવ્યા છે.જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાત બોર્ડના ગુજરાતી માધ્યમના અને અંગ્રેજી માધ્યમના તેમજ સીબીએસઈ સહિતના અન્ય બોર્ડના મળીને ૮૦ હજારથી વધુએ નીટ આપી હતી.જેમાંથી ૪૦ હજારથી વધુ પાસ થયા હોવાનો અંદાજ છે. જ્યારે દેશના ટોપ ૨૫ વિદ્યાર્થીમાં સુરતની વિદ્યાર્થિની નિશિતા પુરોહિતે ૬૮૫ માર્કસ સાથે ૧૧મો રેન્ક અને સુરતના વિદ્યાર્થી વિષ્ણુ સંઘવીએ ૬૮૧ માર્કસ સાથે ૨૩મો રેન્ક મેળવ્યો છે.આ ટોપ ૨૫માં ગુજરાતના બે વિદ્યાર્થી છે. નીટના પરિણામ બાદ હવે ઓલ ઈન્ડિયા ક્વોટાના પ્રવેશ માટે ૩જી જુલાઈથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ થશે અને ૧૧મી સુધી ચાલશે ત્યારબાદ ચોઈસ ફિલિંગ ૧૨મી જુલાઈએ એક દિવસ માટે થશે અને ૧૩મીથી ૧૪ જુલાઈએ પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ થશે.બે રાઉન્ડ બાદ ઓલ ઈન્ડિયાની બેઠકો ૧૫મી ઓગસ્ટ બાદ જે તે રાજ્યને ટ્રાન્સફર થશે.આ વર્ષે પ્રથમવારની નીટ હોઈઅને સમગ્ર દેશના તમામ રાજ્યો માટે લેવાઈ હોઈ ૫૦ પર્સેનટાઈલના કટઓફમાં ૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ છે જ્યારે ગત વર્ષે ૧ લાખથી વધુ વિદ્યાર્થી હતા.
૧. કટઓફ
નીટ-૨૦૧૭ પરિક્ષામાં કેટેગરી પ્રમાણે કટઓફ મુકાયું છે. જેમાં કવોલીફાઈગમાં એસટી અને એસસી માટે ૪૦ ટકા, ઓબીસી માટે પણ ૪૦ ટકા અન્યો માટે ૫૦ ટકા કટઓફ રાખવામાં આવ્યું છે.
૨.રેન્ક હોલ્ડર્સ
નીટ પરિણામોમાં ક્રમાંકની વાતો કરીએ તો ઓલ ઈન્ડિયા રેન્કની યાદી પ્રમાણે દેશમાં પ્રથમ નંબરે ૭૨૦ માર્કસમાંથી ૬૯૭ માર્કસ અને ૯૯.૯૯૯ પર્સન્ટાઈલની સાથે પંજાબનો વિદ્યાર્થી નવદીપ સિંઘ આવ્યો છે. જયારે બીજા અને ત્રીજા નંબરે મધ્યપ્રદેશના બે વિદ્યાર્થીઓ છે.
૩. કવોટા સીટ
નીટના પરીણામ બાદ હવે ઓલ ઈન્ડિયા કવોટા પ્રવેશ માટે ૩જી જુલાઈથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે અને આ માટે વધુ વિગત વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી જાણી શકશે.
૪. અન્ય કોર્ષ
એમબીબીએસ વિદ્યાર્થીઓ કે જે ડ્રોપ કરવા ન ઈચ્છતા હોય અને મેડિકલ અથવા બાયોલોજીકલ સાયન્સીસમાં પ્રવેશ ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ પાસે બીએએમએસ/ બીએચએમએસ, બીએસસી બાયો ટેકનોલોજી, બીએસસી ઈન ન્યુટ્રીશન અથવા ફોરેન્સીક સાયન્સમાં પ્રવેશ જેવા કોર્ષના વિકલ્પો ઉપલબ્ધ છે.
૫. પરિણામ કેવી રીતે જાણી શકશો ?
www.cbseneet.nic.in અનેwww.cbseresult.nic.in વેબસાઈટ પર વિદ્યાર્થીઓ તેમના પરિણામો જાણી શકશે.