શું ભારત-દક્ષિણ આફ્રિકા અને 250 રનનો ટાર્ગેટ આપી શકશે?

અબતક, જોહાનિસબર્ગ

ભારત-આફ્રિકા વચ્ચે નો બીજો ટેસ્ટ ખૂબ જ રોમાંચક તબક્કામાં આવી પહોંચ્યો છે જેમાં ભારતના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર ફ7 મહત્ત્વપૂર્ણ વિકેટ લેતા આફ્રિકાને માત્ર નજીવી લીડ આપવા માં જ સીમિત કરી દીધું હતું. અરે બીજા દિવસની રમતના અંતે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે બીજા ટેસ્ટ મેચ નું પરિણામ નિશ્ચિત રૂપથી આવશે અને તે સતત ઉતાર-ચઢાવ ભર્યું રહેશે. ભુજ નહીં કદાચ બીજો ટેસ્ટ મેચ પાંચમો દિવસ પણ ન જોઇ શકે તે સ્થિતિ પણ ઉદભવીત થઈ શકે છે. જે રીતે આફ્રિકાના બોલો એ ચુસ્ત બોલિંગ કરી ભારતના દિગ્ગજોને બેકફૂટ પર ધકેલી દીધા હતા ત્યારે હવે ભારતના બોલો એ પણ પોતાની ઘાતક બોલિંગના સહારે આફ્રિકાને ન જેવી લીડ અપાવી હતી. ટેસ્ટ સિરીઝ શરૂ થતાં પહેલા ભારત માટે શાર્દુલ ઠાકોર ડાર્ક હોર્સ સાબિત થાય તેઓ સ્પષ્ટ માનવામાં આવતું હતું અને તે ખરા અર્થમાં સાબિત પણ થઈ ચૂક્યું છે. ત્યારે શાર્દુલ ની સાત મહત્ત્વપૂર્ણ વિકેટ ના સહારે આફ્રિકાની ટીમ બેકફૂટ પર ધકેલાઈ ગઈ હતી. આ સ્થિતિને ધ્યાને લઇ ભારત ની બીજી ઇનિંગ પણ શરૂ થઈ ચૂકી છે જેમાં ભારતે બે વિકેટ ગુમાવી 85 રન નોંધ આવ્યા છે. આ સ્થિતિમાં જો ભારત અઢીસોથી વધુ નો લક્ષ્યાંક આફ્રિકાને આપશે તો ભારતની જીત નિશ્ચિત થઇ શકે છે ત્યારે હાલ ચેતેશ્વર પુજારા કે જે પ્રથમ ટેસ્ટમાં અને બીજા ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં નિષ્ફળ નીવડયો છે તેનું જાણે ફોર્મ પરત આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો ભારતનો મિડલ ઓર્ડર યોગ્ય રીતે રમત રમશે તો 200 રનનો લક્ષ્યાંક ઊભો કરવામાં તેમને સહેજ પણ મુશ્કેલી અનુભવાશે નહીં.

ભારતનું સરપ્રાઈઝ પેકેજ શાર્દુલ ઠાકુર દક્ષિણ આફ્રિકા માટે પડકાર ઊભો કર્યો !!

શાર્દુલ ઠાકુર ભારતીય ટીમ માટે સરપ્રાઈઝ પેકેજ સાબિત થયો છે અને એટલું જ નહીં ચાર દિલના પ્રદર્શનથી દક્ષિણ આફ્રિકા માટે સૌથી મોટો પડકાર પણ ઉભો થયો છે આ પૂર્વે જે રીતે આફ્રિકાનો બોલર વેરોન ફિલિન્ડર જે રીતે બોલિંગ કરતો હતો ગુડલેંથ અને સોર્ટ ઓફ ગુડલેંથ તે જ રીતે શાર્દુલ ઠાકુર પણ બોલિંગ કરી વિપક્ષી ટીમ આફ્રિકાને ઘૂંટણીએ પાડવામાં ખૂબ મદદરૂપ અને ઉપયોગી સાબિત થયો છે. શાર્દુલ ની યોગ્ય લાઈન અને લેન્ડના કારણે આફ્રિકાના બેટ્સમેનો ઘૂંટણીયે કર્યા હતા અને ચાર દ્વારા જે 7 મહત્ત્વપૂર્ણ વિકેટ લેવામાં આવી હતી તેમાં એક માત્ર એલ.બી.ડબલ્યુ બાદબાકી રહેતી તમામ છ વિકેટ કોટઆઉટના રૂપમાં હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.