રશિયામાં આ રવિવારે યોજાયેલ ચૂંટણીમાં હાલના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિને ફરી એકવાર ભવ્ય જીત હાંસલ કરી છે. આ સો જ તેઓ વધુ ૬ વર્ષ માટે રશિયાના રાષ્ટ્રપ્રમુખ બની ચૂકયા છે. આશ્ર્ચર્યજનક પરિણામો એટલા માટે છે કે કેટલાક વિવાદો અને વિરોધમાં ઘેરાયેલ હોવા છતાં તેઓ આ વખતે ૨૦૧૨ કરતા પણ વધુ મતોથી વિજયી બન્યા છે.
રશિયા અને વેર્સ્ટન વર્લ્ડના સંબંધો જયાં એકબાજુ ફરી વણસી રહ્યાં છે. ત્યારે રશિયાની જનતાએ પુતિનને વધુ ૬ વર્ષ માટે ગાદી આપી છે. ૨૦૨૪માં જયારે તેમનો કાર્યકાળ પૂર્ણ શે ત્યારે પુતિન ૭૧ વર્ષના થશે.
તો એ સો જ તેઓ સોવિયત રશિયાના શાસક જોસેફ સ્ટાબિન બાદ પહેલા એવા નેતા હશે જેમણે રશિયામાં આટલા વર્ષો સુધી સત્તા મેળવી હોય. આ ચૂંટણી પહેલા પુતિને રશિયાની જનતાને વાયદો કર્યો હતો કે, ‘પશ્ર્ચિમ દેશો સામે તેઓ સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત કરશે અને દેશના નાગરિકોનું જીવનસ્તર સુધારશે. પાછલા ૧૮ વર્ષી રશિયાના શાસક રહેલા પુતિને આ વખતે પણ ૭૫.૯ ટકા વોટ સો ભવ્ય વિજય પોતાના નામે નોંધાવ્યો છે. જયારે નેશનાલિસ્ટ વ્લાદિમીર ઝિરિનોવસ્કીને ફકત ૬ ટકા જ વોટ મળ્યા છે. વર્ષ ૨૦૦૦થી ૬૫ વર્ષીય પુતિન રશિયાના રાષ્ટ્રપ્રમુખ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com