ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સે સોમવારે પ્રવેશ પરીક્ષા 2018ના પરિણામ જાહેર કર્યાં. આ વર્ષે 100 પર્સેન્ટાઈલની સાથે ચાર કેન્ડિડેટ્સ ટોપ કર્યું છે. 26 મે અને 27 મેનાં રોજ પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે પરિણામ જાહેર થતાં દેશભરમાં 9 AIIMS સંસ્થાનોની MBBSની 807 સીટ પર એડમિશન આપવામાં આવશે. સ્ટૂડન્ટ્સ પોતાનું રિઝલ્ટ AIIMS ની સત્તાવાર વેબસાઈટ (aiimsexams.org) પર ચેક કરી શકે છે.
2,049 કેન્ડિડેટ્સ ક્વોલિફાઈ
AIIMS માટે આ વર્ષે 171 એક્ઝામ સેન્ટર્સ પર 2 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 2 હજાર 49 કેન્ડિડેટ્સ જ ક્વોલિફાઈ થયા છે.ગત વર્ષે 2 લાખ 84 હજાર 737 કેન્ડિડેટ્સે એક્ઝામ આપી હતી, જેમાંથી 4 હજાર 905એ ક્વોલિફાઈ કર્યું હતું.
આવી રીતે જુઓ પરિણામ, 3 તબક્કે થશે કાઉન્સેલિંગ
કેન્ડિડેટ્સ AIIMSની ઓફિશિયલ વેબસાઈટ aiimsexams.org પર જઈને લોગઈન કરવું પડશે. લોગઈન કર્યાં બાદ MBBS એન્ટ્રેસ એક્ઝામ રિઝલ્ટ 2018ના લિંક પર ક્લિક કરો. જરૂરી જાણકારી જેવાં કે રોલ નંબર અને જન્મ તિથિ ભરો. જે બાદ તમારું રિઝલ્ટ ખુલી જશે, આ રિઝલ્ટની પ્રિન્ટ આઉટ પર કાઢી શકશો.MBBS કોર્સમાં એડમિશન માટે 3 જુલાઈનાં રોજ કાઉન્સેલિંગ શરૂ થશે. કાઉન્સેલિંગનો પ્રથમ તબક્કો 3 થી 6 જુલાઈ, બીજો તબક્કો 2 ઓગસ્ટથી અને ત્રીજો તબક્કો 4 સપ્ટેમ્બરે થશે. જે બાદ ઓપન કાઉન્સેલિંગ 27 સપ્ટેમ્બરથી શરૂ થશે.