ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને ગુજકેટ-2022ની ફાઇનલ આન્સર કી પણ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરાઇ
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ-2022નું પરિણામ તારીખ 12/05/2022ના રોજ સવારે 10:00 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે. ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 12 મેના રોજ જાહેર થશે. વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-2022નું પરિણામ 12 મેના રોજ 10:00 કલાકે જાહેર થશે. શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.
ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ પ્રક્રિયાને કારણે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલાં જાહેર થાય છે. નોંધનીય છે કે સાયન્સ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવા માટે તેમનું રિઝલ્ટ વહેલા જાહેર કરી દેવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ રિઝલ્ટની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.તાજેતરમાં જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને ગુજકેટ-2022ની ફાઇનલ આન્સર કી પણ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરાઇ છે.
ગુજરાત બોર્ડ ઓફ સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી એજ્યુકેશન દ્વારા ટૂંક સમયમાં ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે. ત્યારે તાજેતરમાં જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને ગુજકેટની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ ફાઇનલ આન્સર કી જાહેર કરી દીધી છે. આ ફાઇનલ આન્સર કીને બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે.
આ રીતે ચેક કરી શકશો ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાની ફાઇનલ આન્સર કી
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષાની ફાઇનલ આન્સર કીપણ તમે એ જ રીતે જોઇ શકશો. તમને જણાવી દઇએ કે, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટરાજ્યભરની સહભાગી સંસ્થાઓમાં સ્નાતક સ્તરના વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે.