ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આગામી ૯મી મે ગુરૂવારના રોજ ૮ વાગ્યે બોર્ડની વેબસાઈટwww.gseb.orgપર ઓનલાઈન મુકવામાં આવશે. જયારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સેમેસ્ટર પધ્ધતિ માર્ચ ૨૦૧૯ની માર્કશીટ અને પ્રમાણપત્ર તેમજ ગુજકેટ ૨૦૧૯ની માર્કશીટનું જિલ્લાના નિયત વિતરણ સ્થળો ખાતે ૯મી મે ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી થશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ જેની રાહ જોઈ રહ્યાં હતા તેની ખબર ગઈકાલે આવી ગઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માધ્યમિક બોર્ડ દ્વારા ધો.૧૨નું વિજ્ઞાન પ્રવાહનું રિઝર્ટ આગામી ૯મી મે ના રોજ જાહેર કરવામાં આવશે. જેમાં રાજકોટ ૧૪-૧૪, કરણસિંહજી હાઈસ્કૂલ ખાતેથી પરિણામની માર્કશીટ મળી રહેશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધો.૧૨ સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામાં નોંધાયેલા ૧.૪૭ લાખથી વધુ વિદ્યાર્થીમાંથી ૧.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જયારે માર્ચમાં જ જાહેર બોર્ડ પરીક્ષા સાથે રદ્દ કરાયેલી સેમેસ્ટર સીસ્ટમના નાપાસ વિદ્યાર્થીઓ માટે લેવાયેલી પરીક્ષામાં ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા ૨૬મી એપ્રીલે લેવાઈ હતી. જેમાં ૧.૩૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ ધો.૧૨ સાયન્સ અને ગુજકેટનું પરિણામ આગામી ૯મી મેના રોજ જાહેર થશે. ગુજકેટની માર્કશીટનું વિતરણ જિલ્લા મુખ્ય વિતરણ કેન્દ્રો પર સવારે ૧૦ થી બપોરના ૫ દરમિયાન કરવામાં આવશે.