ભારવગરના ભણતરને સાર્થક કરી ૪૩ વિઘાર્થીઓએ ૯૯ થી વધુ આર.પી. મેળવ્યા: વત્સલ જોષી ૯૯.૯૭ આર.પી., સાથે બોર્ડમાં ત્રીજા ક્રમે: વર્કશીટ બંચ પઘ્ધતિથી સર્વોદય ઉત્તરોતર શ્રેષ્ઠ પરિણામ મેળવવામાં રહી સફળ: સ્કુલના ચેરમેન ભરતભાઇ ગાજીપરાએ વિદ્યાર્થીઓને પાઠવ્યા અભિનંદન

ગુજરાત રાજય માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ જાહેર થયેલા ધો.૧૦ ના પરિણામમાં શહેરની સર્વોદય સ્કુલે શ્રેષ્ઠ પરીણામ  પ્રાપ્ત કર્યુ છે. આજે જાહેર થયેલા પરિણામમાં સર્વોદય સ્કુલનું ૯૯.૪૨ જાહેર થયું હતું. ૯૯ થી વધુ આર.પી. મેળવવામાં રેકોર્ડ બ્રેક ૪૩ વિઘાર્થીઓ સફળ રહ્યા છે. જેમાં ૧૮ વિઘાર્થીઓએ એ-૧ ગ્રેડ અને ૯૫ વિઘાર્થીઓએ એ-ર ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.

બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા ધો.૧૦ ના પરિણામમાં સર્વોદય સ્કૂલે ફરી શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી છે. સર્વોદય સ્કૂલમાંથી વત્સલ ૯૯.૯૭  પી.આર. સાથે બોર્ડ ટોપ ટેનમાં ત્રીજા ક્રમે રહ્યો છે. તથા પીપળીયા પિનલ ૯૯-૯૬ પી.આર. સાથે બોર્ડના ચોથા ક્રમે, રોધેલીયા કરણ ૯૯.૯૫ પી.આર. સાથે બોર્ડમાં પાંચમાં ક્રમે, સરવૈયા હર્ષિત, વાલંભિયા રોનીલ, ભુત ભવ્ય, પાત્ર શ્રીજોની, બુટાણી દ્રષ્ટીએ ૯૯.૯૪ પી.આર. સાથે બોર્ડના છઠ્ઠા ક્રમે તથા આરદેશણા ચર્વિત ૯૯.૯૩ પી.આર. સાથે બોર્ડમાં સાતમાં ક્રમે રહીને બોર્ડ  ટોપ ટેનમાં ૯ વિઘાર્થીએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. સર્વોદય સ્કુલ દ્વારા શિક્ષણ પઘ્ધતિમાં ઘરમુળથી બદલાવ કરી, વર્કબુક, હોમવર્ક બુક તથા અન્ય સાહિત્યને બદલે ચેપ્ટરવાઇઝ વર્કશીટ બંચ પઘ્ધતિ દ્વારા શિક્ષણ આપવાના પ્રયોગથી માત્ર વિઘાર્થીઓના દફતરનો જ નહી પણ દિમાગનો પણ ભાર હળવો કરવામાં સ્કુલને સફળતા મળી છે. વર્કશીસબંચ પઘ્ધતિથી સ્કુલે ઉતરોતર શ્રેષ્ઠ પરિણામ આપવામાં સફળતા મેળવી છે. જેમાં ગયા વર્ષે ૯૯ પીઆર મેળવનાર વિઘાર્થીઓની સંખ્યા ૩૭ હતી જે આ વખતે વધીને ૪૩ થઇ છે. આ ઉપરાંત શાળાના પરિણામ પર નજર કરીએ તો ૯૮ થીવધુ પીઆર મેળવનાર વિઘાર્થીઓની સંખ્યા ૭૩ છે. તો ૯૫ થી વધુ પી.આર. મેળવનાર વિઘાર્થીઓની સંખ્યા ૧૪૪ છે. જયારે ૯૯ થી વધુ પી.આર. મેળવનાર વિઘાર્થીઓની સંખ્યા ૨૩૯ છે. શાળાના ઝળહળતા પરિણામ બદલ સ્કુલનાં ચેરમેન ભરતભાઇ ગાજીપરા, પ્રિન્સીપાલ શ્રીમતિ ગીતાબેન ગાજીપરા, એડમીનીસ્ટેટર ગૌરવભાઇ પટેલે તમામ વિઘાર્થીઓ તથા ધો. ૧૦ ના વિભાગીય વડા કેતનભાઇ ગાજીપરા તથા સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

વર્કશીટબંચ ખુબ જ ઉપયોગી: જોષી વત્સલ

vlcsnap 2017 05 29 13h38m23s222
જોષી વત્સલ

બોર્ડમાં ત્રીજા નંબરે રહેલા અને ૯૯.૯૧ પી.આર. મેળવનાર જોષી વત્સલ ને આગળ ભણી ડોકટર બનવાની ખ્વાહીશ છે.વત્સલે ૯૨ પી.આર. ના ટાર્ગેટ સાથે જ તૈયારી કરી હતી. સ્કૂલમાં અમલી વર્કશીટબંચથી ખુબ જ ફાયદો થયો હતો.વત્સલે કહે કે વર્કશીટબંચમાં ચેપ્ટરવાઇઝ  સંપૂર્ણ પાઠયપુસ્તકનો સાર આવી જતો હોય તૈયારી કરવી સરળ રહી તથા શાળામાં વિકલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ તેમજ પેપર પ્રેકટીસ રાઉન્ડ ખુબ જ ઉપયોગી બનેલ છે

ડોકટર બનવું છે: પીપળીયા પિનલ

૯૯-૯૬ પી.આર. મેળવનાર પીપળીયા પિનલે બોર્ડમાં ચોથો ક્રમ પ્રાપ્ત કરેલ છે. તેમને

vlcsnap 2017 05 29 13h38m31s46
પીપળીયા પિનલ

ડોકટર બનવું છે.પીનલ કહે છે કે, આયોજન બઘ્ધ મહેનત તથા શિક્ષકોના સતત માર્ગદર્શનથી આ સફળતા પ્રાપ્ત કરી છે. મારા માતા-પિતાને પણ સર્વોદય શાળા પર સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે શાળા શિક્ષણની સાથે સાથે અમારા શ્રેષ્ઠ ચારિત્ર્ય ઘડતરમાં પણ સહભાગી બનશે. ડોકટર બનવાના ટાર્ગેટ સાથે જ ધો. ૧૦ થી તૈયારી કરી લીધી હતી.

સખત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી: રોધેલીયા કરણ

રોધેલીયા કરણ
રોધેલીયા કરણ

૯૯.૯૫ પી.આર. મેળવી બોર્ડમાં પાંચમા ક્રમે રહીને હવે આગળ ડોકટર બનવું છે. સર્વોદય શાળામાં વિકલી ટેસ્ટ, યુનીટ ટેસ્ટ તથા પેપર રાઉન્ડના પ્રેકટીસથી આ પરિણામ પ્રાપ્ત થયું છે. કરણ કહે છે કે શરુઆતથી જ સ્કૂલ ઉપરાંત દરરોજની પાંચ થી છ કલાકની મહેનત કરી હતી. છેલ્લા દિવસોમાં દરરોજની ૮ થી ૧૦ કલાકની મહેનતનું આ પરિણામ છે. પાઠયપુસ્તકની સાથો સાથ સ્કુલમાંથી અપાતી વર્કશીટના કારણે ખુબ જ ફાયદો થયો છે.

ડોકટર બનવું છે: સરવૈયા હર્ષિત

સર્વોદય સ્કુલમાં અભ્યાસ કરતા અને ધો.૧૦ માં ૯૯.૯૪ પી.આર. મેળવીને બોર્ડમાં છઠ્ઠા ક્રમે રહેતા સરવૈયા હર્ષિતને ભવિષ્યમાં ડોકટર બનવું છે.

હર્ષિત કહે છે કે મને જે સફળતા મળી છે તેનો શ્રેય શાળા પરિવાર અને મારા પરીવારને આભારી છે. જો પોતાનામાં આત્મવિશ્ર્વાસ, દ્રઢ સંકલ્પ અને આયોજનબઘ્ધ મહેનત કરવાથી સફળતા સરળતાથી અને સહજતાથી પ્રાપ્ત કરી શકાય છે.

વાલંભીયા રોનીલને ડોકટર બનવું છે

સર્વોદય સ્કુલમાં અભ્યાસ કરતા અને ધો.૧૦ માં ૯૯.૯૪ પી.આર. મેળવીને બોર્ડમાં છઠ્ઠા ક્રમે રહેતા રોનીલને ભવિષ્યમાં ડોકટર બનવું છે. રોનીલ કહે છે કે મારી સફળતામાં ટાઇમ-ટેબલ અનુસારની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને માતા-પિતાનો સંપૂર્ણ સહકાર ખુબ રહેલો છે. સર્વોદય સ્કુલમાં હંમેશા પારિવારીક ભાવનાથી માર્ગદર્શન મળતું હતું. શિક્ષણની સાથે સાથે શ્રેષ્ઠ ઘડતરના વિચારો પણ મળ્યા છે. શાળા મેનેજમેન્ટ તરફથી પુરો સહયોગ મળ્યો છે.

ભવ્યને એન્જિનીયર બનવું છે

સર્વોદય સ્કુલમાં અભ્યાસ કરતા અને ધો.૧૦ માં ૯૯.૯૪ પી.આર. મેળવીને બોર્ડમાં છઠ્ઠા ક્રમે ભુત ભવ્યને ભવિષ્યમાં એન્જીનીયર બનવું છે. ભવ્ય કહે છે કે મારી સફળતામાં ટાઇમ-ટેબલ અનુસારની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને માતા-પિતાનો સંપૂર્ણ સહકાર ખુબ રહેલો છે. સર્વોદય સ્કુલમાં હંમેશા દરેક વિષય ઊંડા અને તલસ્પર્શી જ્ઞાન સાથે ભણાવવામાં આવે છે. તેમજ સાથે સાથે જીવન ઘડતર માટેના પણ શ્રેષ્ઠ પ્રયાસો થાય છે.

જજ બનવું છે: પાત્ર શ્રીજોની

સર્વોદય સ્કુલમાં અભ્યાસ કરતી અને ધો.૧૦ માં ૯૯-૯૪ પી.આર. મેળવીને બોર્ડમાં છઠ્ઠા ક્રમે રહેતી પાત્ર શ્રીજોનીને ભવિષ્યમાં જજ (ડીએમ) બનવું છે.

શ્રીજોની કહે છે કે, મને જે સફળતા મળી છે તેનો શ્રેય શાળા પરીવાર અને મારા પરીવારને આભારી છે. દ્રઢ સંકલ્પ કરી અને પહેલેથી જ પોતાના ઘ્યેય નકકી કરીને મહેનત કરવામાં આવે તો આવી સફળતા મેળવી શકાય છે. સર્વોદય સ્કુલના પેપર રાઉન્ડ ખુબ જ ઉપયોગી બન્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.