- 1350 ઉમેદવારો પૈકી સૌરાષ્ટ્રના 95 મળી રાજ્યમાં આશરે 320પીએસઆઇ બન્યાં
તાજેતરમાં પોલીસ બેડામાં ખાતાકીય મોડ થ્રીની લેવાયેલી પરીક્ષા નું પરિણામ ધનતેરસના દિવસે જાહેર કરવામાં આવ્યું છે.જેમાં રાજ્યના 1350 એએસઆઇ એ પરીક્ષા આપી હતી.જેમાં સૌરાષ્ટ્રના 95 સહિત રાજ્યના 320 ઉમેદવારો પીએસઆઇ બનતા દિવાળીના પર્વમાં પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તેમજ રાજકોટના 37 પૈકી 23એએસઆઈ પીએસઆઇ બન્યા છે.વધુ વિગત મુજબ રાજ્યના ગૃહ વિભાગે 30 ઓગસ્ટ 2022ના રોજ નવું જ જાહેરનામું બહાર પાડ્યું છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે 30-09-2022ની સ્થિતિએ 3 વર્ષનો અનુભવ ધરાવતા અનાર્મ એએસઆઈ ખાતાકીય પરીક્ષામાં ઉમેદવારી કરી શકશે. એટલે કે એએસઆઈનું પ્રમોશન મળ્યા કે સીધી ભરતીથી નિમણૂક પામેલા એએસઆઇને નોકરી ના 36 મહિના થયા હોય તેવા કર્મચારી પીએસઆઇ ની પરીક્ષા બેસવા માટે લાયક ગણાશે. બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડી ત્રણ વર્ષ સુધી એસઆઇ તરીકે નોકરી કરનાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. બાદ જેમાં 1350 જેટલા લેખિતમાં પાસ થયેલા ઉમેદવારોની મૌખિક પરીક્ષા યોજાય હતી જેનું ગત કાલે ધનતેરસના દિવસે પરિણામ જાહેર થયું હતું. જેમાં આશરે 320 જેટલા ઉમેદવારો પાસ થયા હતા. જેમાં રાજકોટ શહેરના માં 23 ગ્રામ્યના ચાર મળી સૌરાષ્ટ્રના 95 જેટલા એએસઆઇ ઉતીર્ણ થયા છે. પાસ થયેલા તમામ ઉમેદવારોને થોડા સમયમાં પોસ્ટિંગ આપવામાં આવશે બાદ ખાતાકીય ટ્રેનિંગ પણ લેવાની રહેશે. ફરી ખાતાકીય પરીક્ષા નું પરિણામ હાડ આવતા પોલીસ બેડા માં ગણગણાટ જોવા મળ્યો છે.
રાજકોટ શહેરના 23 અને ગ્રામ્યના 4 પરીક્ષામાં પાસ
રાજકોટ શહેર ના 60 જેટલા એએસઆઈ ખાતાકીય પરીક્ષાઓ આપી હતી જેમાં પરમાર પુષ્પાબેન નાનજીભાઈ ,ઝાલા મિતલબેન આર, નિંબાર્ક સ્મિતાબેન આર , બુહા તૃષાબેન આર , જાડેજા રૂપેન્દ્રસિંહ કરણસિંહ (આર .કે.જાડેજા), કાકડિયા દયાબેન ભવાનભાઈ, સાંગાણી અલ્પાબેન કે., મકવાણા રાધિકા એ. નસરીન જુનેદ બેલીમ, હરસોડા અંજુબેન હરેશભાઈ, મંડાલી પૂજાબેન ચોટલીયા , ચોટલીયા કેયાબેન રાજેશભાઈ, ટીમ્બડીયા કૃપાબેન દિનેશભાઈ, જોગાસરા સુરેશભાઈ રણછોડભાઈ, જાડેજા ઋષિરાજસિંહ બી, વાણીયા નીરવ રામજીભાઈ,જાડેજા રવિરાજસિંહ જે ,જાડેજા કુલદીપસિંહ એલ,વરું અરુણભાઈ રમણલા આર ,જાડેજા બલભદ્રસિંહ જે, ત્રિવેદી પિયુષ કુમાર એન, રવૈયા હાર્દિક ભાઈ પી અને વાળા કર્મદીપ ઉદયભાઇ અને રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા 22 એએસઆઇ પરીક્ષા આપી હતી જેમાં અનટકોટ જયદીપભાઇ ગીરીશકુમાર, રાઠોડ મીનાબા નટુભા, સિંધવ મોહિત કુમાર રમેશભાઈ અને ઝાપડિયા જેન્તીભાઈ સોમાભાઈ પીએસઆઇ ની પરીક્ષામાં પાસ થયા છે.