એક જમાનો હતો કે, સંદેશા વ્યવહાર માટે પ્રત્યેક્ષ વ્યક્તિને પ્રત્યાયની ભૂમિકા અદા કરવી પડતી હતી અને ‘કાશીદ’ વ્યક્તિગત રીતે સંદેશા દેનારથી લેનાર સુધી માધ્યમ બનતું હતું. ત્યારબાદ આધુનિક ટેકનોલોજી અને દુરસંચારના આવિષ્કારની સાથે સાથે ટેલીગ્રામથી શરૂ થયેલી સંદેશા વ્યવહારની કટકટની રફતાર હવે વિઝ્યુઅલ અને ડિજીટાઈઝેશનથી એક આંખના પલકારામાં દુનિયાના 7 આંટા મારી લે તેટલી ઝડપે સંદેશા વ્યવહારની આપ-લે અને માહિતી એક થી બીજા છેડે પહોંચાડવાનો સમય શરૂ થયો છે ત્યારે 21મી સદીના આધુનિક યુગમાં હવે ડિજીટલ ટેકનોલોજીમાં દુનિયા આંગળીના વેઢે આવી ગઈ છે ત્યારે સોશિયલ મીડિયાના વીડિયો પર ક્ધટેન્ટનું નિયંત્રણ આવશ્યક બન્યું છે.
સોશિયલ મીડિયાના વાયરલ વાયરસને રોકવા માટે કેન્દ્ર સરકારે એક નવી રણનીતિનો અમલ કરવાની તૈયારી કરી લીધી છે. નવા નિયમોની રણનીતિ મુદ્દે કેન્દ્રીય કાયદા મંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, હવે સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવતા વીડિયોના ક્ધટેઈન્ટની જવાબદારી પણ પ્લેટફોર્મ પૂરું પાડનારની બની રહેશે. ઝડપથી વિશ્ર્વભરમાં સંદેશા વ્યવહારની ઉપલબ્ધીની સગવડતાનો ઉપયોગ કરતા દૂરઉપયોગની સ્થિતિ વધુ ભયજનક ગણાય છે. અત્યારે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ અને ગેઝેટસ, લેપટોપ અને કોમ્પ્યુટરની ઉપલબ્ધીના કારણે એક નાની એવી માહિતી સમગ્ર વિશ્ર્વના દરેક ખુણા સુધી પહોંચાડવાની સાવ સરળ બની છે. માહિતીથી જ વિશ્ર્વ વિકાસ શખ્ય છે. માહિતીથી જ સામાજીક વ્યવસ્થા અને સંદેશાના આદાન પ્રદાનનું નેટવર્ક સુદ્રઢપણે જળવાઈ રહે તેમ છે ત્યારે સોશિયલ મીડિયાના હાથવગા પ્લેટફોર્મનો સામાજીક ઉપયોગ કરતા હવે દૂરઉપયોગનો સંદેહ વધતો જાય છે. તાજેતરમાં જ અમેરિકાની ચૂંટણીમાં સોશિયલ મીડિયાના વાયરલ વાયરસની અસર અને તેના દુરોગામી પરિણામોનો પરચો દુનિયા આખીએ જોયો હવે ભારતમાં સોશિયલ મીડિયાના ક્ધટેઈન્ટ માટેની એક નિશ્ર્ચિત આચારસંહિતા અને નિયમની સાથે વીડિયો અપલોડ કરનાર અને વાયરલ કરનાર માટે ક્ધટેઈન્ટની જવાબદારી પ્લેટફોર્મ પૂરું પાડનારના શીરે આવશે. સરકારના આ નિર્ણયથી નિશ્ર્ચિતપણે સોશિયલ મીડિયા પર કાયદાની લગામ આવશે.
“વાયરસ”ને રોકવા કેન્દ્ર સરકારે તાજેતરમાં નવી રણનીતિ ઘડી કાઢી છે. જે મુજબ નવા નિયમો ઘડવામાં આવ્યા છે. આ મુદ્દે ગઈકાલે કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે પ્રકાશિત થતા કોઈપણ ક્ધટેન્ટની જવાબદારી હવે પ્લેટફોર્મ પૂરું પાડનારની બનશે. ઉલ્લેખનીય છે કે, એવા ઘણાં કિસ્સાઓ અવાર-નવાર સામે આવ્યા છે કે કોઈ ફિલ્મ, વેબ સિરીઝ કે અન્ય કોઈ ક્ધટેન્ટના સ્વરૂપમાં વીડિયો પ્રકાશિત થયા હોય અને તેનો લોકો દ્વારા વિરોધ થયો. જેમ કે, એક ઉદાહરણ લઈને સમજીએ તો તાજેતરમાં તાંડવ વેબ સિરીઝને લઈ દેશભરમાં વિરોધ થયો હતો. આ વેબ સીરીઝથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે તેમ આરોપ હતો અને દેશની શાંતિ ડહોળાઇ હતી. આવું જ ખેડૂત આંદોલનમાં પણ બન્યું હતું. સોશ્યલ મીડિયા મારફત ફેલાતી હિંસા અને ગેરકાયદે પ્રવૃત્તિના જવાબદાર કોણ ?? આવું ફરી ન બને અને સોશિયલ મીડિયાના વાયરલ “વાયરસ”ને રોકી શકાય તે માટે સરકારે નવી ગાઇડલાઇન જારી કરી છે.