જનરલથી લઈને રીઝર્વ કોચમાં મુસાફરી કરતા મુસાફરોનો સામાન ચોરાય તો રેલ્વેએ વળતર ચુકવવુ પડશે: રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચનો મહત્વપુર્ણ ચુકાદો
રેલ્વેમાં મુસાફરી કરતાં તમામ પ્રવાસીઓના ચોરાઈ ગયેલા માલસમાનનું વળતર આપવા રેલ્વે બંધાયેલી છે રેલ્વેના જનરલ કેટેગરીના મુસાફરોના ચોરાયેલા માલના વળતરનો દાવોનો પણ ઈન્કાર ન કરી શકે. તાજેરતમાં જ રાષ્ટ્રીયગ્રાહક તકરાર નિવારણ સમીતીએ રેલ્વેને તેના તમામ વર્ગના મુસાફરોનો માલસમાનની સુરક્ષા માટે જવાબદાર ઠેરવીને મુસાફરોના વળથરના દાવાની ચુકવણીનો આદેશ કર્યો હતો.
રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણપંચે રેલ્વેનીએ અરજી રદ કરી હતી. જેમાં રેલ્વેએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યુ હતુ કે રેલ્વે જનરલ કોચના મુસાફરોના માલ-સામાન માટે જવાબદાર નથી. રીર્ઝવેશન હોયની સરખામણીમાં જનરલ કોચના મુસાફરોના સામાનની જવાબદારી લેવાનો ઈન્કાર કરી રેલ્વેએ સામાન્ય વર્ગના મુસાફરોને પોતાના માલસામાનની સલામતિની જવાબદારી સ્વયંમ ઉપાડવાની દલીલ કરી હતી. પંચના પ્રેમનારાયણ સામે કેસમાં રેલ્વેએ આ દલીલો કરી હતી. પરંતુ ગ્રાહક તકશર નિવારણ પંચે રેલ્વેને બિહારના મુસાફર કે જેનો જનરલ કોચની મુસાફરી દરમીયાન સામાન ચોરાઈ ગયો હતો. તેને ૨૦૦૪ થી વાર્ષિક ૬% ના વ્યાજદર સાથે રૂપીયા ૩ હજાર ચુકવવાનો આદેશ કર્યો છે.
આ ઘટના બિહારના હમલનારાયણ હોય તો જનરલ કોચમાંથી સામાન ચોરાઈ ગયા બાદ સામે આવી હતી. તાજેતરમાં જ આરટીઆઈના જવાબમાં રેલ્વે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડામાં છેલ્લા દસવર્ષમાં ટ્રેનમાંથી સામાન ચોરીની ૧.૭૧ લાખ ફરીયાદો નોંધાઈ હતી. ૨૦૧૮માં દાયકામાં સૌથી વધુ ૩૬૫૮૪ ચોરીઓ નોંધાઈ હતી. ૨૦૧૭ માં ૩૩૦૪૪, ૨૦૧૬ માં ૨૨૧૦૬ અને ૨૦૧૫માં ૧૯૨૧૫ ચોરીની ઘટનાઓ નોધાઈ હતી. જિલ્લા ગ્રાહકપંચ રાજયગ્રાહકપંચએ મુસાફરોની તરફેલામાં ચુકાદો આપતા રેલવેએ રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણપંચમાં ૯૮ દિવસના વિલંબ બાદ કરેલી અપીલ રદ કરવામાં આવી હતી. રેલ્વેએ આ વિલંબનું કારણ ખાતાકીય પ્રક્રિયાના કારણે થઈ હોવાની દલીલ કરી હતી.
રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણપંચ દ્વારા બિહારના મુસાફરને સામાન્ય કોચમાં જે રીતે ચોરીનો ભોગ બનવુ પડ્યુ હતુ. તેનો રેલ્વેને વળતરનો આદેશ કરીને જણાવ્યું હતુ કે રેલ્વે દરેક વર્ગના મુસાફરોના સામાનની સુરક્ષા માટે બંધાયેલી છે મુસાફરોની સલામતી અને માલસામાનની સુરક્ષામાં રીઝર્વેશન કોચ અને જનરલ કોચના મુસાફરો સાથે ભેદભાવ રાખી ન શકાય. તમામ સંજોગોમાં રેલ્વેને કોઈપણ મુસાફરોના સામાનની ચોરીની ઘટનામાં દાવા મુજબનો વળતર આપવુ જોઈએ રાષ્ટ્રીયગ્રાહક તકરાર નિવારણપંચે રેલ્વેની જનરલ કોચના મુસાફરોને વળતર ન મળે તેવી અરજી રદ કરીને વળતર ચુકવવાનો આદેશ કર્યો છે.