નિષ્ણાંત તબીબ દ્વારા નિદાન-સારવાર થઈ: અનેક લોકોએ લીધો લાભ.
રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા તાજેતરમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાઈ ગયો. જેનો અનેક લોકોએ લાભ લીધો હતો. ડો.વિભાકર વચ્છરાજાનીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગત રવિવારના રોજ વિશિષ્ટ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ડાયાબિટીશનાં દર્દીઓ માટેનો આ વિશિષ્ટ કેમ્પ છે.
ડાયાબીટીસનાં સર્વરોગ એટલે ડાયાબિટીશમાં આંખની તકલીફ, દાંતની તકલીફ, હાર્ટની તકલીફ, ખોરાક વિશેની તકલીફ આ તમામ સમસ્યાને દુર કેમ કરવી તેને લઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાસ તો ડાયાબીટીસ રોગ અંગે તેના દર્દીઓ જ જાણતા હોતા નથી. રોટરી કલબ રાજકોટનાં પ્રેસીડેન્ટ શૈલેષ દેસાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખાસ તો આ પ્રકારના કેમ્પ લોકોની જાગૃતિ માટે કરવામાં આવે છે. ખાસ કરીને ડાયાબીટીસ પ્રીવેન્ટીવ એન્ડ મેનેજમેન્ટ સેન્ટર નામની સેન્ટરની કામગીરી શરૂ છે.
ડાયાબીટીસને લગતી કોઈ પણ સમસ્યાનું નિદાન આ સેન્ટરમાં કરી આપવામાં આવશે. અંદાજીત ૧૦૦ લોકો આવે અને ચેકઅપ કરાવે તેવી આશા દર્શાવી. કેમ્પમાં ચેકઅપ કરતા ડોકટરે જણાવ્યું કે, ડાયાબીટીશનાં દર્દીઓને કોમ્પ્રીહેન્સીવ કેર ડાયાબીટીશના દર્દીઓને આપવાની છે. ડાયાબીટીસ એ એવો રોગ છે કે શરીરનાં દરેક અંગને અસર કરે છે. તમામ દર્દીઓના શરીરનાં તમામ અંગોની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત આહાર અંગે પણ જાકારી આપવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com