સેન્ટ્રલ ઝોન કચેરીમાં રૂમ નં.૨માં આવેલી સોલીડ વેસ્ટ શાખામાં રેકોર્ડનાં પોટલા, તુટેલી ખુરશીઓ અને કબાટ પર ધુળનાં ઢગલા

સ્વચ્છતામાં રાજકોટને દેશમાં નવમો ક્રમાંક પ્રાપ્ત થયા બાદ જાણે કોર્પોરેશને આત્મસંતોષ માની લીધો હોય તેવું લાગી રહ્યું છે. જેના શીરે આખા રાજકોટને ચોખ્ખુ ચણાક રાખવાની જવાબદારી છે તે કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખામાં જ ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે ત્યારે શહેરીજનોનાં મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે તંત્રનાં નાક નીચે જ ગંદકી ખદબદી રહી છે તો રાજકોટ શું દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનશે ખરું ?

કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ત્રીજા માળે રૂમ નં.૨માં સોલીડ વેસ્ટ શાખાનાં કર્મચારીઓ અને અધિકારીઓ બેસે છે. શહેરનાં તમામ વોર્ડ અને વિસ્તારોમાં સફાઈની કામગીરીની જવાબદારી સોલીડ વેસ્ટ શાખા નિભાવે છે ત્યારે ખુદ શાખાની ઓફિસમાં જ ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. રૂમ નં.૨માં તુટેલી ખુરશીઓનો કચરો, જુના કાગળીયાઓનાં રેકોર્ડનાં પોટલાઓ, કબાટ પર ધુળનાં ઢગલા અને કબાટનાં દરવાજા પર પાનની પીચકારીઓ દેખાઈ રહી છે. આ ઘટના એક-બે દિવસની નહીં પરંતુ મહિનાઓથી જોવા મળી રહી છે છતાં તંત્ર દ્વારા સફાઈ માટે કોઈ ગંભીરતા લેવામાં આવતી નથી. જાહેરમાં થુંકવા કે પાનની પીચકારી મારવા પર શહેરભરમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે કોર્પોરેશનનાં કામ ચોર અધિકારીઓ જ પોતાનાં ટેબલ નીચે રાખેલી ડસ્ટબીનમાં પાનની પીચકારી મારે છે. સોલીડ વેસ્ટ શાખા વાસ્તવમાં આજે ગંધારી-ગોબરી શાખા બની ગઈ હોય તેવું મહેસુસ થઈ રહ્યું છે.

the-responsibility-of-keeping-shire-city-clean-is-the-dirt-kingdom-in-the-solid-west-branch

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.