જીપીએસસી પરીક્ષા પાસ કરી સમાજમાં મોભાદાર સ્‍થાન મેળવ્‍યું

શ્રી ગોપાલ એજયુ. એન્‍ડ ચેરી. ટ્રસ્‍ટ, રાજકોટ તથા આભિર સેન્‍ટર ફોર એકસલન્‍સ, અમદાવાદ દ્વારા આયોજીત નવનિયુકત અધિકારીશ્રીનો સન્‍માન સમારંભ સામાજિક, શૈક્ષણિક અને પછાત વર્ગોના રાજયકક્ષાના મંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્‍યક્ષ સ્‍થાને રાજકોટની ગોપાલક ગર્લ્‍સ હોસ્‍ટેલ ખાતે યોજાયો હતો.

Sannman Samaroh Dt. 4 3 2018 Min Vasanbhai Aahir 10આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રીશ્રી વાસણભાઇ આહિરે જીપીએસસી પરીક્ષા પાસ કરી રાજય સરકારમાં નવનિયુકત દસ ભરવાડ સમાજના અધિકારીઓનું સન્‍માન કરી અભિંનદન પાઠવ્‍યા હતા. આ અધિકારીઓને સમાજના અન્‍ય લોકોને પણ સાથ અને સહકાર આપતા રહેવા અનુરોધ કર્યો હતો.

Sannman Samaroh Dt. 4 3 2018 Min Vasanbhai Aahir 12મંત્રીશ્રીએ ઉપસ્‍થિત ભરવાડ સમાજ અને સમાજની વિધાર્થિનીઓને જણાવ્‍યુ  હતું કે શિક્ષણ વગર માણસ વિકાસ સાધી શકતો નથી.  શિક્ષણ માટે સમાજે જે કંઇ પણ કરવું પડે તે કરવુ જોઇએ. રાજય સરકાર દ્વારા પણ ઉચ્‍ચ શિક્ષણ માટે લાખો રૂપિયા ફાળવાય છે. એક પરિવારમા કોઇ એક વ્‍યકિત પણ જો શિક્ષિત હશે તો આ પરિવાર સુખી થશે.

Sannman Samaroh Dt. 4 3 2018 Min Vasanbhai Aahir 6ધારાસભ્‍ય શ્રીમતી ગીતાબા જાડેજાએ પ્રાસંગિક પ્રવચન કરતા કહયુ હતું કે, સમાજની પ્રગતિ માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. ધારાસભ્‍યશ્રી જેઠાભાઇ ભરવાડે કહયુ હતું કે આપણા સમાજમાં શિક્ષણ ક્ષેત્રે થઇ રહેલી પ્રગતિથી આનંદની લાગણી અનુભવુ છું. ગોપાલક ગર્લ્‍સ હોસ્‍ટેલના સંચાલકશ્રી વિનુભાઇ ટોળિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. મહેમાનોનું શાબ્‍દીક સ્‍વાગત શ્રી ખેંગાર રાણગાએ કર્યુ હતું.

Sannman Samaroh Dt. 4 3 2018 Min Vasanbhai Aahir 3આ પ્રસંગે પરબધામના સંતશ્રી રાજેન્‍દ્દદાસ બાપુ, નગરસેવકશ્રી અનિલભાઇ રાઠોડ, પીએસઆઇશ્રી રાજેશ કાનનિયા, નિવૃત જજશ્રી ગમારા,  અગ્રણી સર્વશ્રી ગોરધનભાઇ સરાસિયા, મનોજભાઇ ગમારા, શ્રી દિનેશભાઇ ટોળિયા, શ્રી કરણાભાઇ માલધારી સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્‍થિત રહયા હતા. આભારવિધિશ્રી મનોજભાઇ ગમારાએ કરી હતી.સમારોહમાં સમાજનાં શ્રેષ્‍ઠીઓ, અગ્રણીઓ વગેરે ઉપસ્‍થિત રહયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.