જસદણ નગરપાલિકાના કોપના સભ્યો ધડાધડ રાજીનામા આપવા લાગતા અનેક ચર્ચાઓ કામ ફાંડી નાખે એવી થઇ રહી છે. રાજકોટ જીલ્લા ભાજપએ જસદણ શહેરમાં સામાજીક અને સેવાક્ષેત્રે સંકળાયેલ વ્યકિતઓની ત્રણ માસ પહેલા પાલિકામાં પોતાનું પ્રદાન આપે તે હેતુથી ૧૧ સભ્યોને કોપ સભ્યો તરીકે લીધા હતા. એમાં સંજયભાઇ વિરોજાએ રાજીનામું આપ્યું જયારે અશ્ર્વિન ઉ૫ાઘ્યાય અને અમરશીભાઇ રાઠોડએ પોતે પાર્ટીથી નારાજ હોવાને કારણે રાજીનામું આપ્યાંની જોરશોર ચર્ચાથી ભાજણ વર્તુળોમાં ટેલીફોન પર લાંબી ચર્ચા ચાલી રહી છે.
જસદણનગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં શરુઆતથી વિવાદ રહ્યો છે. જાણવા મળ્યા મુજબ હજુ કેટલાંક સભ્યો રાજીનામું આપે એવી ધારણા છે ત્યારે આવતીકાલે બુધવારે ભાજપના આગેવાનો નરહરિભાઇ હીરાભાઇ સોલંકી, પુષ્પદાન ગઢવી, પ્રદિપ ખીમાણી, અમીબેન પરીખ, ડો. ભરત બોધરા, જસદણ કમલમ ખાતે આવવાના છે ત્યારે આ અંગે રાજીનાા આપેલ સભ્યો ઉપરાંત છે જે પક્ષથી દાઝેલાઓ છે તેમની વાત સાંભળી નિરાકરણ કરશે એમ જાણવા મળેલ છે.