આલોક વર્માએ CBI ડાયરેક્ટર પદેથી હટાવવામાં આવ્યાંને એક દિવસ બાદ રાજીનામું આપી દીધું છે. તેઓ 1979 બેંચના IPS ઓફિસર છે. 31 જાન્યુઆરીએ તેઓ રિટાયર થવાના હતા. PM મોદીની અધ્યક્ષતાવાળી ઉચ્ચાધિકાર પસંદગી સમિતિએ 2:1થી નિર્ણય લેતાં તેઓને CBI ડાયરેક્ટર પદેથી હટાવ્યાં હતા.
જે બાદ તેઓને ડીજી ફાયર સર્વિસ એન્ડ હોમગાર્ડમાં કરી દેવામા આવી હતી. નોંધનીય છે કે, DoPT સરકારનો એ વિભાગ છે જ્યાંથી સરકારી મશીનરીમાં ટોપ ઓફિસર્સની પસંદગી કરવામાં આવે છે.
ગુરુવારે જ્યારે સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂકવાળી સમિતિની બેઠક થઈ ત્યારે તેમાં વડાપ્રધાન મોદી, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ કે સિકરી અને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ હતા.
વર્માએ રાજીનામું આપતાં કહ્યું કે, “હું મારી સર્વિસ 31 જુલાઈ, 2017નાં રોજ પૂરી કરી ચુક્યો હતો અને માત્ર CBI ડાયરેક્ટરના પદે કાર્યરત હતો. સિવિલ ડિફેન્સ, ફાયર સર્વિસિસ અને હોમગાર્ડના ડાયરેક્ટર બનવા માટે નક્કી વય મર્યાદાને હું પાર કરી ચુક્યો છું.”
રાજીનામું આપતાં પહેલાં આલોક વર્માને ખુલાસો કર્યો હતો કે- ખોટા, અપ્રમાણિક અને ખૂબ નબળાં આરોપોનો આધાર બનાવીને મારી ટ્રાન્સફર કરવામાં આવી છે. આવા આરોપ એક એવા વ્યક્તિએ લગાવ્યા છે જેને મારાથી તકલીફ છે.