સિધ્ધનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે રૂ.૧.૫૧ લાખ ડ્રિલ્સ ગ્રુપ દ્વારા રૂ.૧.૦૧ લાખ, આલાપ હેરીટેઝ રૂ.૫૧,૦૦૦, કિષ્નાપાર્કએ રૂ.૧૫૦૦૦ના ચેક કલેકટરને સુપ્રત કર્યા

વોર્ડ નં.૧૦ના રહીશોએ મુખ્યમંત્રી રાહતફંડમાં સહાયની સરવાડતી વહાવી હતી. જેમા  રામ પાર્ક મેઈન રોડ સિધ્ધના મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા રૂ.૧,૫૧,૦૦૦/-નો ચેક મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં એડીશનલ કલેકટરને સુપ્રત કરતા ટ્રસ્ટના પ્રમુખ/  હોદેદાર ઘનશ્યામભાઈ ભૂત, હેમંતસિંહ ડોડીયા, પ્રદીપભાઈ ડોડીયા તા પરેશભાઈ હુંબલ વિગેરે નજરે પડેલ.

IMG 20200416 WA0078

જયારે નીલ્સ ગ્રીન્સ એવન્યુ, નીલ્સ બંગ્લોઝ અને નીલ્સ સિટી એસ્ટ્રલના રહેવાસીઓ દ્વારા એકત્રિત કરેલ રૂ.૧,૦૧,૧૧૧/- (અંકે રૂપિયા એક લાખ એક હજાર એકસો અગિયાર)નો ચેક મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં એડીશનલ સુપ્રત કરતા સોસાયટીના રહેવાસી ધર્મેન્દ્રભાઈ ભગત, હર્ષવર્ધનભાઈ જાડેજા, વનરાજસિંહ ઝાલા, દેવુભાઇ ત્રિવેદી, સુધીરભાઈ રૂપારેલીયા, નયનભાઈ ભાલરીયા, યશવંતભાઈ રાઠોડ, જયદીપભાઈ મોદી વિગેરે નજરે પડે છે. જયારે સત્યસાંઇ રોડ પર આવેલ આલાપ હેરીટેઝ સોસાયટી દ્વારા રૂા.૫૧ હજારનો ચેક અને પુષ્કાધામ રોડ ક્રિષ્ના પાર્કના રહેવાસીઓ દ્વારા એકત્રિત કરેલ રૂ.૧૫,૦૦૦/-નો ચેક મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં એડીશનલ કલેકટરશ્રીને સુપ્રત કરતા કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.