વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત હવે આર્થિક મહાસત્તા બનવા ભણી મક્કમ ડગલે આગળ વધી રહી છે અર્થતંત્ર ને વેગમાન રાખવા આર્થિક વિકાસ દર ની ગતિ સંતુલિત રાખવા માટેના પ્રયાસો હવે અસરકારક રીતે પરિણામદાયક બનતા દેખાઈ રહ્યા છે.
સરકારના આત્મનિર્ભર અભિયાન અને કૃષિ અને ઉદ્યોગિક વિકાસ માટેના પર્યાશો ની સફળતા ની પ્રતીતિ રૂપે દેશમાં આયાત માં સતત ઘટાડો અને નીકાસનો દર સતત ઉંચો જઈ રહ્યો છે, રિઝર્વ બેન્ક એ પણ ફરી એકવાર વ્યાજ દર વધારો રાખવાનો નિર્ણય લીધો છે રિઝર્વ બેન્ક કે સતત નવમી વાર વ્યાજ દર યથાવત રાખીને ઇતિહાસ રચ્યો છે, સાથે સાથે અર્થતંત્રને લાંબા ગાળે પૂરક બળ મળે મળતું રહે તેવી રણનીતિ અખત્યાર કરી છે રેપો રેટ 6.50% યથાવત રખાતા હોમ લોન ના હપ્તામાં સ્થિતી યથાવત રહેશે.. જેના કારણે મંદીની કે કોઈ નકારાત્મક પરિબળોની રીયલ એસ્ટેટ ક્ષેત્રે અસર નહીં થાય. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ ઓગસ્ટની નાણાકીય સમીક્ષા દરમિયાન રેપોરેટને પહેલાના સ્તર પર જ જાળવી રાખવાની નીતિ અભ્યાસ કરી છે જેનાથી બજારની તરલતા જળવાઈ રહેશે…
RBIનો આ નિર્ણય બજારની સ્થિતિને યથાવત જાળવી રાખવા બળ પ્રેરક બનશે છેલ્લા દોઢ વર્ષથી વ્યાજદરની સ્થિતિમાં કોઈ ફરક આવ્યું નથી અત્યારે વૈશ્વિક બજારો ખૂબ જ પ્રવાહી સ્થિતિનો સામનો કરી રહી છે તેવા સંજોગોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની નીતિ બજારને લાંબા ગાળે ફાયદારો સાબિત થશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની વ્યાજ દર યથાવત રાખવાની રણનીતિ થી બજાર અને અર્થતંત્રની વર્તમાન સ્થિતિ માં જરા પણ બદલાવ નહીં આવે જેનાથી વર્તમાન સમયના આર્થિક નકારાત્મક પરિબળો ને પ્રભાવી થવાની તક નહીં મળે અને નબળી આર્થિક વૈશ્વિક સ્થિતિનો સમય ભારતીય અર્થતંત્ર અને બેન્કિંગ ક્ષેત્ર સરળતાથી પસાર કરી શકશે જ્યારે વિકાસદરમાં વૃદ્ધિ આવશે કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ જેવા કુદરતી પરિબળો ની કૃપા નો સમય આવશે ત્યારે અત્યારની રેપોરેટ યથાવત રાખવાની રિઝર્વ બેંકની રણનીતિ આશીર્વાદરૂપ સાબિત થશે.