રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હોમ લોનના EMIમાં કોઈ ઘટાડો કર્યો નથી. હોમ લોન અને ઓટો લોનની EMI ઓછી થશે નહીં. ભારતીય રિઝર્વ બેન્કે દરોમાં કોઈ પરિવર્તન કર્યું નથી. આ નિર્ણય રિઝર્વ બેન્કની નાણાંકીય સમિતિની બે દિવસની મુંબઈમાં ચાલી રહેલી બેઠક બાદ લેવામાં આવ્યો છે. એ આશા અગાઉથી જ હતી કે ગર્વનર ઉર્જિત પટેલની અધ્યક્ષતાવાળી સમિતિ નીતિગત દરોના મોર્ચા પર યથાસ્થિતિ રાખશે. રેપો રેટ 6 ટકા પર સ્થિર છે. ડિસેમ્બરની નાણાંકીય સમીક્ષામાં એમપીસીના નીતિગત દરોમાં પરિવર્તન કર્યું હતુ. ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી કેન્દ્રીય બેન્કના સંતોષકારક સ્તરથી ઉપર એટલે કે 5.21 ટકા પર પહોંચી છે. ગ્રાહક ભાવાંક આધારિત રિટેલ મોંઘવારી નવેમ્બર 2017માં 4.88 ટકા તથા ડિસેમ્બર 2015માં 3.41 ટકા પર હતી. ઓગસ્ટમાં કેન્દ્રીય બેન્કે રેપો રેટમાં 4%ની કપાત કરી હતી જેનાથી આ છ વર્ષના નીચલા સ્તરે છ ટકા પર આવી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધી રહ્યા છે અને મોંઘવારી બની રહે છે. સાથે જ સરકારે પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્ય વધારવાનો પણ પ્રસ્તાવ કર્યો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હોમ લોનના EMIમાં કોઈ ઘટાડો કર્યો નથી.
Previous Articleમોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક યોજાઇ
Next Article વેલેન્ટાઇન પર્વની શરુઆત તેનાં ઇતિહાસથી કરીએ….