- રેપો રેટ 6.50% યથાવત રખાતા હોમલોનના હપ્તામાં કોઈ ફેર નહીં પડે
રિઝર્વ બેન્કે ફરી એકવાર વ્યાજદરમાં વધારો નહીં કરવાનો નિર્ણય લેતાં 6.5 ટકાના દરે વ્યાજદર યથાવત્ રાખ્યા છે. દેશમાં વધતી મોંઘવારીને જોતાં RBIએ તેની ઓગસ્ટની નાણાકીય સમીક્ષા દરમિયાન રેપો રેટને પહેલાના સ્તર એટલે કે 6.5 ટકાના દરે યથવાત્ રાખવાનો નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે આ સતત નવમી વખત છે જ્યારે મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટને યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લે રેપો રેટમાં ફેબ્રુઆરી 2023માં ફેરફાર કરાયા હતા. ગત 25 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે રિઝર્વ બેન્કે આટલા લાંબા સમય સુધી રેપો રેટમાં કોઈ ચેન્જ કર્યા નથી. ઉલ્લેખનયી છેકે નાણાકીય નીતિ સમિતિની બેઠક વચ્ચે યોજાઈ હતી. બેઠકના છેલ્લા દિવસે 6 સભ્યોની સમિતિએ 4-2ની બહુમતી સાથે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે સેન્ટ્રલ બેંકે એમ પણ કહ્યું છે કે તે મોનેટરી પોલિસીને લઈને પોતાનું વલણ નરમ રાખશે.
RBIનો આ નિર્ણય એવા લોકોને નિરાશ કરશે જેઓ લાંબા સમયથી લોન સસ્તી થવાની અને ઇએમઆઇનો બોજ હળવો થવાની આશા રાખતા હતા. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ છેલ્લ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. એટલે કે દોઢ વર્ષથી પોલિસી વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી. ફેબ્રુઆરી 2023માં યોજાયેલી એમપીસીની બેઠકમાં RBIએ રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો.
RBIએ વ્યાજદર યથાવત્ રાખ્યા હોવા છતાં આજે ભારતીય શેરબજારો માટે વૈશ્વિક બજારોમાંથી ખૂબ જ નબળા સંકેતો આવી રહ્યા છે. ગઈકાલે બજારમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો.પરંતુ આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડા જોવા મળ્યા હતા.આજે શેર બજારની નબળી શરૂઆત થઈ છે અને આજે સૌથી વધુ ઘટાડો આઈટી અને મેટલ શેર્સમાં જોવા મળ્યો હતો, આ સાથે જ ઈન્ફોસિસ, એલટીઆઈ માઇન્ડટ્રી, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં ભારે વોલેટલિટી જોવા મળી રહી છે.