આરબીઆઈને હજુ સમય લાગશે: જેટલીએ સંસદમાં જવાબ આપ્યો
લ્યો કરો વાત રીઝર્વ બેંકને જૂની નોટો ગણવાનો સમય નથી મળ્યો નાણા મંત્રી અ‚ણ જેટલીએ જણાવ્યું કે રીઝર્વ બેંક ઓફ ઈડિયાને બેંકોમાં જમા થયેલી જૂની નોટોની ગણતરી કરવા માટે હજુ વધુ સમય લાગશે.
આશ્ર્ચર્યની વાત છે કે નોટબંધી દરમિયાન બેંકોમાં જમા થયેલી ૫૦૦ અને ૧૦૦૦ની નોટોની ગણતરીનો રિઝર્વ બેંક ઓફ ઈંડીયાને ટાઈમ નથી !
અહી સવાલ ઉઠે છે કે દેશની ટોચની બેંક રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા જૂની નોટોની ગણતરીના કામમાં શુ કામ વિલંબ થઈ રહ્યો છે? શું સ્ટાફની કમી છે? કે પછી આ કામને નજરઅંદાજ કરાઈ રહ્યો છે. કેમકે ઘણા મહિના પહેલા સરકારે ૫૦૦ અને ૧૦૦૦ની નોટબંધી કરી હતી તેને ખાસ્સો સમય થવા છતા હજુ આ ખાસ મહત્વનું કામ પેન્ડિંગ છે.
સંસદમાં નાણા પ્રધાને શું કહ્યું ?
સંસદમાં લેખીત પ્રશ્ર્નના ઉત્તરમાં નાણા પ્રધાન અ‚ણ જેટલીએ જણાવ્યું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને જૂની નોટો ગણવા માટે હજુ સમય લાગશે કેમકે પ્રથમ બેંક પાસે સમય નથી વિપક્ષી નેતાઓએ નોટબંધી દરમિયાન અને બાદમાં બેંકોમાં કેટલી બંધ થયેલી નોટો ઠલવાઈ અને કેટલી ફેક નોટો પકડાઈ તેની માહિતી માગી હતી.
અત્યાર સુધીમાં બોગસ કેટલી નોટ પકડાઈ?
- ૨૦૧૬-૧૭ ૧.૫૭ લાખ
- ૨૦૧૫-૧૬ ૫.૪૦ લાખ
- ૨૦૧૪-૧૫ ૬.૩૨ લાખ