નવા ડીજીની નિમણુંક બાદ બદલીના ઓર્ડર થશે: સાત વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે તંત્ર વ્યસ્ત બન્યું: આઇપીએસ અધિકારીની બદલી નવા વર્ષે થાય તેવા એંધાણ
રાજયમાં આઇપીએસ અધિકારીઓની બદલીની ઘડીઓ ગણાતી હતી અને લીસ્ટ તૈયાર કરવામાં આવ્યાની ચર્ચા વચ્ચે આઇપીએસ અધિકારીઓની બદલી ઘોચમાં પડયાની વિગતો સાપડી રહી છે. રાજયમાં નવા ડીજીની નિમણુંક બાદ આઇપીએસની બદલીના ઓર્ડર નીકળે તેમ હોવાના નિર્દેશ મળી રહ્યા છે. આઇપીએસ અધિકારીઓને બદલી માટે નવા વર્ષ સુધી રાહ જોવી પડે તેમ હોવાનું જાણવા મળે છે.
રાજયમાં આઇપીએસ અધિકારીઓની બઢતી સાથે બદલીના ઓર્ડર નીકળવાના હોવાની ચર્ચા વચ્ચે ઓર્ડર મોકુફ રહ્યા છે. લાંબા સમયથી બદલીની જોવાતી રાહમાં વિઘ્ન આવ્યું હોય તેમ હાલ બદલીના ઓર્ડર ઘોચમાં પડયા છે.
રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાને એકટેશન અપાયા બાદ તેઓ આગામી માસમાં નિવૃત થતા હોવાથી નવા ડીજીપીની નિમણુંક બાદ આઇપીએસ અધિકારીઓની બદલીનો ઘાણવો નીકળશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.
બીજી તરફ મોરબી, લીંબડી, ધારી, અબડાસા સહિત સાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ ટૂંક સમયમાં યોજાનાર હોવાથી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીકના સમયમાં હોવાથી તંત્ર ચૂંટણીના કામમાં વ્યસ્ત બનતા આઇપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર મોકુફ રાખ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આઇપીએસ અધિકારી બદલીના ઓર્ડર કચાદ દિવાળી બાદ એટલે કે નવા વર્ષમાં બદલી ઓર્ડર થશે તેમ જાણવા મળી રહ્યુ છે. હાલ તમામ આઇપીએસ અધિકારીને તેઓની મુળ જગ્યા પર યથાવત રાખવામાં આવ્યા છે.
આઇપીએસ અધિકારીની સમાન્ય રીતે બદલીના ઓર્ડર અષાઢી બીજની રથયાત્રાના બંદોબસ્ત બાદ થતા હોય છે. પરંતુ રથયાત્રા રદ થઇ હતી. તેમજ આઇપીએસ અધિકારીઓની બદલી શાળાના નવાસત્ર દરમિયાન થતી હોવાથી તેમના સંતાનોને સ્કૂલ-કોલેજમાં એડમીશન સહિતની કાર્યવાહીને ધ્યાને રાખી વેકેશન દરમિયાન કરવામાં આવે છે. પરંતુ કોરોનાના કારણે શાળા-કોલેજનું વેકેશન પણ લંબાવવામાં આવ્યું હોવાથી આઇપીએસ અધિકારીઓની બદલી હાલ પુરતી મોકુફ રાખવામાં આવ્યાનું સુત્રો જણાવી રહ્યા છે.
રાજયમાં આઇપીએસ અધિકારીઓમાં ધરખમ ફેર બદલ થાય તે પર્વે બદલી રોકયા જતા કેટલાક આઇપીએસ રાહત અનુભવી છે ત્યારે કેટલાક આઇપીએસ પોતાની ઇચ્છીત જગ્યા પર જવા ઉત્સુક હતા તેઓની આશા પર પાણી ફરી વળ્યું છે.
આઇજી કક્ષાના, ડીઆઇજી કક્ષાના અધિકારઓ અને એસપી કક્ષાના અધિકારીઓ બદલી અને બઢતી પર કાવટ આવી ગઇ છે. જીપીએસ કક્ષાના અધિકારીઓને સ્વતંત્ર પોસ્ટીંગ સામે આઇપીએસ લોબીમાં કચવાટ પણ બદલી બાબતે કાવટ આવ્યાનું જણાય રહ્યું છે.
૭ વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે વર્તમાન સમયે તંત્રનું શેડયુલ એકદમ ટાઈટ છે. જેના પરિણામે રાજ્યમાં આઈપીએસ અધિકારીની બદલી ઘોંચમાં પડી ચૂકી છે. રાજ્યમાં નવા ડીજીની નિમણૂંક બાદ આઈપીએસની બદલીના ઓર્ડર નીકળે તેવા સંકેતો મળ્યા હતા. જો કે હવે સ્થિતિ સદંતર ઉલ્ટી થઈ ચૂકી છે. હાલ તમામ આઈપીએસ અધિકારીઓને તેઓની મુળ જગ્યા પર જૈસે થે રાખવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, આઈપીએસ અધિકારીની બદલીના ઓર્ડર સામાન્ય રીતે અષાઢી બીજની રથયાત્રા બાદ થતાં હોય છે. ભૂતકાળમાં અનેક વખત આવા સંજોગોમાં અધિકારીઓની બદલી થઈ હતી. ચાલુ વર્ષે સંજોગો અલગ છે. રથયાત્રા રદ્દ થઈ હતી. પરિણામે બંદોબસ્તની સ્થિતિ આવી નહોતી. આ ઉપરાંત શાળાના નવા સત્ર પણ આઈપીએસની બદલીના કારણ પાછળ ચાવીપ ભૂમિકા ભજવતા હોય છે. શાળાનું સત્ર પૂરું થાય એટલે આઈપીએસ અધિકારીના સંતાનોને શાળા-કોલેજોમાંથી પ્રવેશ મેળવવાની પ્રક્રિયા અનુસરવી પડે છે. વર્તમાન સમયે મહામારીના પગલે વેકેશન લંબાયુ છે. હજુ શાળા-કોલેજો અગાઉની જેમ ક્યારે ધમધમતી થશે તેવા પ્રશ્ર્નો ઉઠે છે. જેથી બદલી પાછલ અસરકારક ગણાતા પરિબળો ઓછા થઈ ગયા છે.