તમામની જિલ્લા ટ્રાન્સફર કરી અમરેલી નિમણુંક અપાતા પોલીસબેડામાં ખળભળાટ
ગાંધીનગર રેન્જ આઇજીના આરઆરસેલનું તાકીદની અસરથી વિસર્જન કરી પાંચ હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલની જિલ્લા ટ્રાન્સફર કરી અમરેલી ખાતે નિમણુંક આપવામાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
ગાંધીનગર આરઆર સેલમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર બળદેવભાઇ, મુકેશસિંહ દલપતસિંહ ચાવડા, હિતેન્દ્રસિંહ રામસિંહ રાણા, જોગીન્દ્રસિંહ મેહરસિંહ ગેહલાવત અને કોન્સ્ટેબ નાગજીભાઇ બળદેવભાઇ દેસાઇની તાકીદની અસરથી ગૃહ વિભાગ દ્વારા બદલી કરી તમામને અમરેલી ખાતે નિમણુંક આપવામાં આવી છે.
ગાંધીનગર આરઆરસેલના એક કોન્સ્ટેબલ અને પાંચ હેડ કોન્સ્ટેબલની તાકીદની અસરથી સજારૂપ જિલ્લા ટ્રાન્સફર કરવામાં આવતા સમગ્ર રાજયના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. વહીવટી વિભાગના ઇન્ચાર્જ ડો.કે.એલ.એન.રાવે કરેલા બદલીના હુકમની સાથે તમામને તાકીદે છુટા કરી નિમણુંક અપાયેલા સ્થળે ચાર્જ સંભાળી રિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ અને એસઓજીના હેડ કોન્સ્ટેબલની આઇબીમાં બદલી શહેરના ક્રાઇમ બ્રાન્ચના
પી.આઇ. એચ.એમ.ગઢવી અને એસઓજીના હેડ કોન્સ્ટેબલ આર.કે.જાડેજાની ગૃહ વિભાગ દ્વારા આઇબીમાં બદલીનો હુકમ કરાયો છે.
પી.આઇ. એચ.એમ.ગઢવીની રાજકોટ શહેરના ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે ચાર્જ સંભાળ્યા બાદ સ્ટોન ક્લિરને ઝડપી લેવા ઉપરાંત મહેશ ગમારા, કમલેશ રામાણી, જયપાલસિંહ અને બલી ડાંગર વચ્ચે ચાલતી ગેંગ વોર સામે કડક કાર્યવાહી કરી શહેરમાં શાંતિની સાથે મિલકત વિરોધી ગુનાઓનો આગવી કુન્હેથી ભેદ ઉકેલ્યો હતો શહેરમાં દારૂ અને જુગારના ધંધાર્થી પર ધોસ બોલાવી દારૂ-જુગારનીબદી અટકાવી પ્રસંશનીય કામગીરી કરી છે.જ્યારે આર.કે.જાડેજાએ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ, માલવીયાનગર અને એસ.ઓ.જી.માં પ્રસંશનીય કામગીરી કરી મહત્વના ગુનાનો ભેદ ઉકેલવાની કામગીરી કરી છે.