રવિશંકર પ્રસાદે “મોદી સરકારનાં બીજા કાર્યકાળનાં પ્રથમ ૧૦૦ દિવસની સફળતાઓ વિશે અમદાવાદમાં મીડિયા પ્રતિનિધિઓને સંબોધન કર્યું
નરેન્દ્ર મોદીનાં નેતત્વમાં ભારત સરકારે એનાં બીજા કાર્યકાળમાં પ્રથમ ૧૦૦ દિવસમાં વિશિષ્ટ સાહસિકતા અને નિર્ણાયકતા પ્રદર્શિત કરી છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ ૧૦૦ દિવસની સિદ્ધિઓ પર મીડિયા પ્રતિનિધિઓને સંબોધન કરતાં કેન્દ્રીય કાયદો અને ન્યાય, સંચાર અને ઈલેકટ્રોનિકસ અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે અમદાવાદમાં સરકારના બીજા કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસની સફળતાઓ વિશે જાણકારી આપી હતી.
આર્થિક સુસ્તીના ડરને દૂર કરતાં કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારતીય ર્અતંત્રના ફંડામેન્ટલ મજબૂત છે. એટલે પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વૃદ્ધિદર ઘટીને ૫ ટકા થવો એ સંપૂર્ણપણે મંદી કે નિરાશાજનક ચિત્રનો સંકેત નથી. તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વૈશ્વિક મંદીથી ર્અતંત્રને બચાવવા માટે વિવિધ સ્તરે કામગીરી કરી રહી છે અને સાથોસાથ સરકારી બેંકો દ્વારા ધિરાણમાં વધારો, સરકારી બેંકોનું મર્જર અને એનબીએફટી માટેના નીતિ નિયમો હળવા કરવા જેવા વિવિધ પગલા દ્વારા વિકાસને વેગ આપી રહ્યાં છે.
પ્રસાદે કહ્યું હતું કે, જીડીપીમાં કામચલાઉ ઘટાડો બહુસ્તરીય વિકાસલક્ષી પ્રયાસો દ્વારા નિયંત્રણમાં લેવાશે, જેનાથી મોટા પાયે રોજગારીનું સર્જન થવાની સાથે પ્રોસેસિંગ, રિયલ એસ્ટેટ અને નિર્માણ તથા અન્ય ઉત્પાદન ક્ષેત્રો જેવા ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રમાં રોકાણમાં વધારો પણ સુનિશ્ચિત થશે .
પાકિસ્તાનનાં કબજામાં રહેલા કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘન બદલ પાકિસ્તાનની ટીકા કરતાં મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન સો આતંકમુક્ત વાતાવરણમાં વાતચીત થશે, તો એ પાકિસ્તાનના કબજામાં રહેલાં કાશ્મીર વિશે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લીડરશિપની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે, લીડરશીપની નિર્ણાયકતા દેશને સર્વસમાવેશક વિકાસ માટેની સ્પષ્ટ દિશા પ્રદાન કરે છે.
સરકારની સફળતાઓ વિશે વધારે જણાવતાં મંત્રીએ કહ્યું હતું કે, ભારતને વેપાર વાણિજ્ય સરળ કરવાના દેશોની યાદીમાં હરણફાળ ભરી છે અને એનું સન વર્ષ ૨૦૧૪માં ૧૪૨ી સુધરીને વર્ષ ૨૦૧૯માં ૭૭મું યું છે. મંત્રીએ સરકારની અન્ય મહત્વપૂર્ણ સિદ્ધિ સ્વરૂપે કરવેરાના માળખામાં સરળીકરણ અને ડિજિટાઈઝેશનની પ્રક્રિયાનું ઉદાહરણ પણ આપ્યું હતું.
કાયદા મંત્રીએ મીડિયા પ્રતિનિધિઓને માહિતી આપી હતી કે, ટ્રિપલ તલાકની અન્યાયકારક પ્રા નાબૂદ કરવાની અને પોક્સો કાયદામાં સુધારો કરવાની સરકારની કામગીરીને સમાજનાં તમામ વર્ગોએ આવકાર આપ્યો છે, જે સંબંધિત અપરાધોને અસરકારક રીતે અટકાવવા માટે કામ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, પીએમજેએવાય હેઠળ ૧૬,૦૦૦ હોસ્પિટલોને સામેલ કરવામાં આવી છે અને ૧૦ કરોડ ઈ-કાર્ડ ઈશ્યુ યા છે. ઉપરાંત ૨૦,૦૦૦થી વધારે હેલ્ અને વેલનેસ સેન્ટર કાર્યરત થયા છે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ હસમુખ પટેલ અને ડો.કિરીટ સોલંકી પણ ઉપસ્તિ હતાં.