મેંદરડાથી ખોખરડા ફાટક સુધીનો ૨૨ કીમીનો રોડ કરોડો રૂપીયાના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. તેમાં આવતા તમામ નાળા પૂલીયા પણ નવા બનાવવા પણ એસ્ટિમેન્ટમાં છે. ત્યારે અરણીયાળા ગામે હાઈસ્કુલ પાસે આવેલ પુલનો એસ્ટિમેન્ટ સમાવેશ કરાયો નથી
આ રસ્તો પહોળો બન્યા બાદ ચોમાસામાં ખેડુતોના ખેતરોમાં પાણી ભરાશેને જોરદાર ધોવાણ થાય અને નુકશાની વેઠવાનો વારો ખેડુતોને આવે આ અંગે ગામના અગ્રણી નરેશભાઈ પૂરોહિતે કલેકટર તેમજ મામલતદારને લેખીત રજૂઆત કરેલ અને અખબારી અહેવાલ બાદ તાત્કાલીક અસરથી યુધ્ધના ધોરણે આ પુલનું કામ શરૂ થાય ગ્રામજનો ખેડુતોમાં ખૂશીની લાગણી થઈ છે.