બોર્ડ ઓફ સ્પોર્ટસની બેઠકમાં લેવાયો નિર્ણય: વિર્દ્યાીઓને કોચીંગ ન આપતા હોવાની ફરિયાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલે બોર્ડ ઓફ સ્પોર્ટસની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ તો ગઈકાલની મળેલી બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકસ્ટેન્શન પર રહેલા ફૂટબોલ કોચ જે.પી.બારડની હકાલપટ્ટી કરવાનો નિર્ણય લેવામાંઆવ્યો હતો. વિર્દ્યાીઓને ફૂટપોલનું કોચીંગ ન આપતા હોવાની ફરિયાદ મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીન પેાણી દ્વારા તાત્કાલીક હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો હતો.
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ સ્પોર્ટસની મીટીંગ યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિના અધ્યક્ષ સને યોજવામાં આવી હતી. જેમાં શારીરિક શિક્ષક નિયામક, બોર્ડ ઓફ સ્પોર્ટસના સભ્યોઅને યુનિવર્સિટી સંલગ્ન કોલેજના પીટીઆઈઓ હાજર રહ્યાં હતા. બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકસ્ટેન્શન પર કામ કરતા જે.પી.બારડને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે.પી.બારડ નિવૃતિ બાદ રૂ.૧૭૦૦૦ના પગાર પર ફૂટબોલ કોચ તરીકે ફરજ બજાવે છે. જો કે, મિટીંગ દરમિયાન અમુક સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું કે, જે.પી.બારડ ફૂટબોલના મેદાનમાં પણ ક્યારેય દેખાતા ની અને વિર્દ્યાીઓને કોચીંગ માટે સમય ફાળવતા ની. અનેક સભ્યો દ્વારા આ વાતમાં સહમતી તાં વી.સી. અને પી.વી.સી. દ્વારા જે.પી.બારડને ફરજ મુકત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બારડની હકાલપટ્ટી મુદ્દે શિક્ષણ જગતમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.