વૈશ્વિક સામાજિક આરોગ્ય અને કાનૂની વ્યવસ્થા માટે સૌથી વધુ પડકારજનક પરિસ્થિતિ સામાજિક વ્યસન ને ગણવામાં આવે છે, માનવ સભ્યતા સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં આરોગ્ય અને આર્થિક પ્રગતિ માટે સૌથી મોટા અવરોધરૂપ પરિબળ તરીકે વ્યસન અને ખાસ કરીને નશાકારક પદાર્થો ગણવામાં આવે છે વિશ્વના ઘણા દેશોમાં કેફી દ્રવ્યોની હેર ફેર ઉપયોગ અને ખાસ કરીને વેપાર કરનારાઓને સજા-એ-મોત સુધીની સજા આપવામાં આવે છે તેવા સંજોગોમાં ભારતમાં પણ નાર્કોટિક એક્ટ અન્વયે નશાકારક પદાર્થો ના વપરાશ વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ અને આકરા દંડ ની અને સજાની જોગવાઈ છે અમેરિકાની ભલામણથી ભારતમાં ગાંજા ચરસ અફીણ જેવા માદક પદાર્થો પર પ્રતિબંધ મૂકી નાર્કોટિક એક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા હવે સમય અને સંજોગો બદલાયા હોય તેમ અમેરિકાએ ગાંજાના વાવેતર અને ઉપયોગને પ્રતિબંધ માંથી દૂર કરવાની કવાયત હાથ ધરી છે ત્યારે જે અમેરિકાની ભલામણથી ભારતમાં ગાંજા ઉપર પ્રતિબંધ મુકાયો હતો તે ઉઠશે કે કેમ તેવો સવાલ ઉભો થયો છે ગાંજાના છોડમાંથી ભાગથી લઇને તેના રસાયણોનો ઉપયોગ કરી હિરોઈન અને બ્રાઉન સુગર જેવી માદક વસ્તુઓ બનાવવામાં આવે છે ગાંજાના છોડમાં પાંદડા ડાળખીઓ મૂળિયા સહિતની વસ્તુઓ માંથી અલગ-અલગ પ્રકારના કેફી દ્રવ્યો અને રસાયણો પ્રાપ્ત થાય છે હવે મેડિકલ સાયન્સમાં ગાંજાના છોડમાંથી બનાવવામાં આવતા વિવિધ પ્રકારના રસાયણો કેન્સર, અલ્જાઈમર, મગજ ની સારવાર, અને ખાસ કરીને શસ્ત્ર ક્રિયા વખતે દર્દીને બેભાન કરવા માટે બનાવવામાં આવતી દવાઓમાં ઉપયોગ થાય છે તબીબી ક્ષેત્ર નો વિકાસ થાય તેમ દવાઓ અને રસાયણો ની માંગ વધે તે હકીકત ને જોઈને અમેરિકાએ ગાંજાના વાવેતર અને વપરાશ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે ત્યારે ભારતની પરિસ્થિતિ શું થાય ભારતમાં ગાંજાના વાવેતરને છૂટ આપવામાં આવે તો તેની સામાજિક આર્થિક અસરો શું થાય, તેની ચર્ચાઓ શરૂ થઈ છે માની લઈએ કે ભારતમાં ગાંજા ના વાવેતર ની છૂટ મળે તો કૃષિ અને ખાસ કરીને ખેડૂતો અત્યારે હજાર અને લાખમાં કમાઈ છે તે આવક કરોડોમાં પરાવર્તિત થઈ જાય ભારત અને ખાસ કરીને ગુજરાત જેવા ખેતીપ્રધાન અને સારી જમીન ધરાવતા વિસ્તારોમાં ગાંજા ની ખેતી માટે ભરપૂર તકો રહેલી છે ગાંજા ના છોડ ની એક ખાસિયત છે કે તે આંતર પાક તરીકે દરેક પાક સાથે લઈ શકાય વળી ગાંજાનો છોડ માંડવી સાથે વાવતો માંડવી ના છોડ જેટલો ઊંચો થાય આજ ગાંજાનું વાવેતર મકાઈ કે શેરડી સાથે કરો તો તેનો છોડ શેરડી જેટલો ઊંચો થાય અત્યારે ગાંજાનું વાવેતર ગેરકાયદેસર રીતે ગણવામાં આવે છે, ગાંજો વાવનાર ખેડૂત ની જમીન ખાલસા થવા સુધીની કાયદામાં જોગવાઇ છે ગાંજાનું વાવેતર ને છુંટ મળે તો ખેડૂતો કરોડોની આવક મેળવતા થાય પરંતુ સાથે સાથે વ્યાપક પ્રમાણમાં નશો કરવાની વૃત્તિ ના સામાજિક ભયસ્થાનો પણ રહેલા છે
ભારત ખેતીપ્રધાન દેશ ગણવામાં આવે છે ઉધમી અને સતત ક્રિયાશીલ સામાજિક પ્રવૃત્તિ ધરાવતા દેશમાં નશાકારક પદાર્થો લાંબા ગાલે મોટી આડઅસરો ઉભી કરે ભારતના પાડોશી અફઘાનિસ્તાનમાં કેફી દ્રવ્યોની ખેતી થાય છે પરંતુ તેની સામાજિક આર્થિક હાલત સાવ ગરીબ અને બેહાલ છે જ્યાં કેફીદ્રવ્યો ની છૂટ હોય ત્યાં આર્થિક ઉન્નતી ક્યારેય થતી નથી, ગાંજાનું વાવેતર થાય તો બીડીની જેમ ગાંજો પીવાનું શરૂ થઈ જાય અને ખાસ કરીને યુવાનો ની કાર્યશીલતા થી લઈને બાળકો ઉત્પન્ન કરવાની શક્તિ સુધી નું નુકસાન જાય ગાંજા ને તમામ કેફી દ્રવ્યોનું જનક ગણવામાં આવે છે ભારતમાં તેના પર પ્રતિબંધ છે જોઆ પ્રતિબંધ હટી જાય તો ખેતીની આવક વધે પણ ખેતીમાં કામ કરવાની સામાજિક શક્તિ ખતમ થઈ જાય ગાંજાના છોડમાંથી અનેક ઔષધીય તત્વો મળે છે જેમાં સુરત કેટલા હાઈડ્રો કે ના બિડ્સ કેન્સર ઉત્પન્ન કરતા કોષોની વૃદ્ધિ અટકાવી શકાય છે, કેનાબીનેદુસ નામનું તત્વ મગજમાં શાંતિ નો સંચાર કરાવે છે ભાંગ નો ઉપયોગ અને ચલણમાં ગાંજાના સેવનથી મગજ ના જ્ઞાનતંતુઓ સ્થિર થઈ જાય છે, ઔષધીય ગુણ ધરાવતાં ગાંજા ના પાન નો ભાગ તરીકે ઉપયોગ થાય છે.ભાંગનું સેવન ભારતમાં આદિકાળથી થતું આવે છે પરંતુ તેનો ઉપયોગ મર્યાદિત થાય તો તે ફાયદાકારક છે પરંતુ તેનો અતિરેક નુકસાનકારક સાબિત થાય છે હવે જ્યારે અમેરિકાએ આજના સમયની જરૂરિયાત મુજબ ગાંજાના વાવેતરને પ્રતિબંધ માંથી મુક્ત કરી છે ત્યારે જો ભારતમાં આ પ્રતિબંધ ઘટે તો ખેતીની આવક વધશે પરંતુ તેના સામાજિક પરિણામો પણ સારા ન આવે તેવું પ્રબુધો માની રહ્યા છે
ગાંજો પ્રતિબંધ મુક્ત થઈ જાય તો આખો દેશ બંધાણી બની જાય… ને મોટા અનર્થ સર્જાય
ભારતની વિશાળ જનસંખ્યા વિશ્વનું સૌથી મોટું રીટેલ માર્કેટ બની રહ્યું છે જો ગાંજાની છૂટ મળે તો જેવી રીતે મોબાઇલના આવિષ્કાર સાથે જ ભારતમાં તેનો ઉપયોગ અમેરિકાથી પણ વધી ગયો અને જનસંખ્યા ની રીતે ભારતમાં મોબાઇલ ધારકોની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ થઈ ગઈ તેવી જ રીતે લાંબા સમયથી પ્રતિબંધિત રહેલા ગાંજા ની છૂટ મળે તો વ્યસનની સંખ્યા પણ મોબાઇલ ધારકો ની જેમ વિસ્ફોટક રીતે કરોડ સુધી પહોંચી જાય આખી યુવાપેઢી નશાના બંધાણી થઈ જાય અને તેના વિપરીત પરિણામો દેશને ભોગવવા પડે
ગાંજો સૌથી ઘાતક માદક પદાર્થ
ભારતમાં ૧૯૮૮માં ગાંજા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો અને નાર્કોટિક એક્ટ હેઠળ તેને માદક પદાર્થ તરીકે જાહેર કરાયો ગાંજાનાં પાન એટલે ભાંગ અને તેના દાઢી અને મૂળિયા ને તમાકુ ની જેમ ધુમ્રપાનમાં ઉપયોગ કરી નસો કરવામાં આવે છે ગાજા માંથી નીકળતા વિવિધ રસાયણો ઔષધીય ગુણ ધર્મની સાથે-સાથે નશાકારક દવાઓમાં ઉપયોગમાં આવે છે.
ગાંજાનું સેવન કરવાથી મગજની કાર્યશક્તિ ઘટી જાય છે જ્ઞાન તંતુ ફુલી જાય છે અને લાંબા સમય સુધી ગાજરનું સેવન કરવાથી નપુંસકતા આવે છે, આજ કારણે ફક્કડ(અવિવાહિત,) જીવન જીવતા સન્યાસી ફકીર ગાંજાનું સેવન કરતા જોવા મળે છે ગાંજાનું સેવન કરવાથી મગજની કાર્યશીલતા શિથિલ થઈ જાય છે અને નશાના કે ફમાં લાંબા સમય સુધી ખાવા-પીવાની જરૂર રહેતી નથી અને જાતીય ઈચ્છા શિથિલ થઈ જાય છે ગાંજાનું વધુ પડતું સેવન મગજ માટે ઘાતક પુરવાર થાય છે
ભારતમાં કેફી દ્રવ્યો પરના પ્રતિબંધો આર્થિક રીતે ફાયદા કારક
અમેરિકામાં ગાંજા પરના પ્રતિબંધ અને પગલે જો ભારતમાં પણ આ પ્રતિબંધો માટે તો શું થાય”? તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે ભારત ખેતીપ્રધાન દેશ છે મોટાભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને લોકો ખેતી સાથે સંકળાયેલા છે ભારતમાં માનવશ્રમ દેશની મૂડી કરવામાં આવે છે જો નશાકારક વસ્તુઓ પરનો પ્રતિબંધ દૂર થઈ જાય તો યુવા વર્ગ અને ખાસ કરીને શ્રમજીવી લોકો નશાના ચુંગાલમાં ફસાઇ જાય અફઘાનિસ્તાન નો દાખલો જગત સમક્ષ મોજુદ છે ત્યાં નશા પર પ્રતિબંધ નથી ત્યારે મોટાભાગની વસ્તી અને યુવાનો નશાના બંધાણી છે ત્યાં ની ખેતી નાશ પામી છે પૂરતું ઉત્પાદન થતું નથી લોકોની કાર્યશક્તિ ઘટી ગઈ છે આળસુ અને નશાકારક અવસ્થાના કારણે ગરીબી અને ભૂખમરો આવ્યો છે ભારતની કલ્પના કરીએ તો અહીં ખેતીપ્રધાન અર્થવ્યવસ્થામાં કર્મશીલ યુવા કામદારોની શક્તિ દેશની મોટી છે જો તેથી દ્રવ્યોની ની છૂટ મળે તો ખેતીમાં કામ કરવા જેવા કોઈ ન રહે અને ખેતી પડી ભાંગે ઔદ્યોગિક શ્રમશક્તિ ઘટી જાય અને દેશની આર્થિક આવક તૂટી જાય આમ ગાંજા ની ખેતી થી જે આવક થાય તેના કરતાં મોટું નુકસાન જાય છે.