ઉલ્કામાંથી મળેલા ખનીજના અવશેષો સૂર્યના જન્મ કરતા પણ પુરાણા હોવાનું સંશોધકોનું તારણ
કુદરતની અપરંપરા ખુબીઓ અને વિશાળ બ્રહ્માંડની ઉત્પતિનો તાગ મેળવવા માટે સદીઓથી મથતા કાળા માથાના માનવીને કયારેક કયારેક પોતાના સંશોધનની મહેનતના ફળ રુપે કોઇક એવી વસ્તુ મળી જાય છે કે જેનાથી તેની જીજ્ઞાશા અને કુદરતના ભેટ પામવાની મહેનતને નવુઁ બળ મળી જાય છે.
તાજેતરમાં જ વિજ્ઞાનિકોએ પૃથ્વી પરથી અત્યાર સુધીનું સૌથી પ્રાચીન ધનઘાતુના અવશોષો શોધી કાઢયા છે.
અમેરિકન વિજ્ઞાનીકોએ ઓસ્ટ્રેલીયા પ0 વર્ષ પહેલા પડલી એક ઉલ્કાના અવશોષોના પૃથ્થકરણ દરમિયાન સુર્ય માળામાંથી ટપકેલી આ ઉલ્કાના અવશેષોમાંથી અત્યાર સુધીમાં પૃથ્વીમાંથી મળી આવેલા પદાર્થોમાંથી સૌથી જુનુ પ્રાચીન ગંધ ઘાતુના અવશેષો શોઘ્યા છે. આ અવશેષો સાત બિલિયન વર્ષ અગાઉ સર્જાયેલ બાળ તારાના હોવાનું માનવામાં આવે છે. આ પદાર્થના પૃથ્થકરણથી તારાઓ જન્મ કેવી રીતે થાય છે તેનું આયુષ્ય કેટલું હોય છે. અને ઉલ્કાના પડી જવાનું કારણ શું તે દિશામાં વૈજ્ઞાનિકોએ શોધખોળ શરુ કરી દીધી છે.
અમેરિકાની શિકોગો યુનિવર્સિટીના પ્રોફેસર ફિલિપ્સ હેકે જણાવ્યુ હતું કે આ પદાર્થ ઉપર અત્યાર સુધી મળી આવલા પદાર્થો કરતા સૌથી જુનુ છે. સુર્યના જન્મ પહેલા સર્જાયેલા દાણાદાર ખનીજ ના અવશેષો આ પદાર્થમાંથી મળી આવ્યા છે. વિજ્ઞાનીકોએ દાવો કર્યો છે કે આ પદાર્થ મુળભૂત રીતે તારાઓની રજ જ છે. તારાની આ રજ ઉપર ઘાતુઓનું આવરણ ચડી જવાથી લાખો વર્ષ થયા છતાં તેમને યથાવત રહ્યા છે. આ ઉલ્કા સંભવિત રીતે 1969માં ઓસ્ટ્રેલીયા પડી હોવાનું મનાય છે. અને મર્શીશન વિકટોરીયાનો લોકોએ તેને વિજ્ઞાનીકો સુધી પહોચાડી હતી. ફિલ્ડ મ્યુઝીયમના સ્નાતક વિઘાર્થી જૈનિક ગર્રીરના મતે તારો નીચે આવતી વખતે ભયંકર ઘર્ષણના કારણે પીસાઇને રાખના રુપમાં ફેરવાય ગયું હશે. અને આ રાખના રજ કણો એકઠા થઇને માખણ જેવા મુદુરુપમાં ફેરવાયા બાદ આવરણથી ઢંકાયને પૃથ્વીમાં આવી કાયા હશે આ અવશેષોની એસિડીક પ્રક્રિયામાં છેવટે સુર્યની ઉત્પતિ પહેલાના કણ કે જે સુઇની નોક ઉપર રહે તેટલા કદના મળી આવ્યા છે.
સુર્ય પહેલા અસ્થિત્વમાં આવેલા આ પદાર્થના પૃથ્થકરણથી સંશોધકોને તારાઓના પ્રકાર અને તેના આયુષ્ય અંગેના માપ દંડ મળશે અમારા માટે તારાઓની ઉંમર તથા વિકિરણ્ય ગુણધર્મ અને તેની શકિલના માપદંડ અને તારા મંડળ માંથી છુટી પડવાની પ્રક્રિયા માટે આ સંશોધન મહત્વનું બન્યું છે. તેને હેકે જણાવ્યું હતું. આ અવશેષોને વિકિરણ્ય પૃથ્થકરણથી પારખવામાં આવ્યા છે. 4.6 થી 4.9 વર્ષ બીલીયન જુના અને કેટલાંકો 55 વર્ષ બિલિયન જુના અવશેષો હોવાનું જાણવામાં આવ્યું છે. જયારે સુર્યનું આયુષ્ય 4.6 વર્ષ બિલિયન અને પૃથ્વીનું આયુષ્ય 4.5 બિલિયન છે જયારે આ અવશેષો તેના પહેલા લાખો વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યા હતા. જો કે આ ઘાતુની ઉંમર જાણી લેવાથી જ આ સંશોધનનો અંત આવતો નથી આવા પદાર્થ તારાના મૃત્યુ બાદ અસ્તિત્વમાં આવ્યા હોય છે તેની પાછળ આખો ઇતિહાસ ઘરબાયેલો હોય છે.