• મંગલ બેલા આયી…
  • રિલાયન્સના કર્મચારીઓએ એરપોર્ટ પર ઢોલ નગારા સાથે ફૂલોની વર્ષા કરી નવદંપતીઓને હોંશભેર આવકાર્યા
  • રિલાયન્સ પરિવારની દિકરીઓએ અનંત અને રાધિકાને ભાવભેર પોખ્યા
  • અનંત-રાધિકાએ હાથ જોડી રિલાયન્સ પરિવારનું અભિવાદન ઝિલ્યું

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના  નાનાપુત્ર  અનંત અંબાણી અને  રાધિકા મર્ચન્ટના જાજરમાન લગ્નોત્સવ યોજાયો હતો. અનંત રાધિકના  લગ્નમાં  દુનિયાભરમાંથી  ખ્યાતનામ  હસ્તીઓએ ઉપસ્થિત રહી આશિર્વાદ આપ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ય લગ્નગ્રંથીએ જોડાયા બાદ  ગઈક્ાલે રાત્રે પ્રથમ વખત જામનગર પહોચ્યા હતા મુંબઈમાં લગ્નવિધિ સહિતના  ફંકશન પૂર્ણ થયા બાદ  અનંત અને  રાધિકા  જામનગર એરપોર્ટ પર પહોચતા નવદંપતીનું  ભવ્યાતિભવ્ય  સ્વાગત કરવામાં આવ્યું હતુ.  અનંત અને રાધિકા માટે કાર શણગારવામાં આવી હતી. તેઓ જામનગર પહોચે તે પહેલા જ  રિલાયન્સ પરિવાર દ્વારા તેઓના ભવ્ય  સ્વાગતની  તૈયારી કરવામાં આવી હતી. અનંત રાધિકાને  સુશોભિત  કરેલ કારમાં રિલાયન્સ ગ્રીન  સુધી લઈ જવામાં આવ્યા હતા. અનંત અને રાધિકાના લગ્નોત્સવ  પહેલા અંબાણી પરિવાર દ્વારા જામનગરમાં 1 થી 3 માર્ચ દરમિયાન  પ્રી-વેડીંગ ફંકશન યોજવામાં આવ્યુ હતુ. જામનગના ખાવડી પાસે રિલાયન્સ ગ્રીન્સમાં યોજાયેલા પ્રી વેડીંગ ફંકશનમાં અંબાણી પરિવાર, મર્ચન્ટ પરિવારના સભ્યો, ફિલ્મ સ્ટાર સહિત દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી.

અનંત અને રાધિકાના  પ્રિ-વેડીંગ  ફંકશનમાં પોપ સ્ટાર  રોહાનાએ પરફોમન્સ આપ્યું હતુ.ત્યારે જામનગરમાં એરપોર્ટ પર રિલાયન્સના કર્મચારીઓએ ઢોલ નગારા, સાથે ભવ્ય સ્વાગત  કર્યું હતુ  અને બંને પર ફૂલોની વર્ષા કરી હતી.અનંત અને રાધિકા જામનગર પહોંચતા રિલાયન્સ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રિલાયન્સ પરિવારની દિકરીઓએ અનંત અને રાધિકા ને ભાવ ભેર પોખ્યા હતા..

રાધિકા અને અનંતએ  લોકોનું હાથ જોડીને  અભિવાદન કર્યું હતુ.  અનંત સફેદ પેન્ટ અને પ્રિન્ટેડ હાઈ જેકેટ સાથે ગુલાબી કુર્તામાં   તથા રાધિકા પણ ગુલાબી ડ્રેસમાં સુંદર લાગતી હતી. બંનેએ લોકોનું  અભિવાદન  ઝિલ્યું હતુ.

મળતી માહિતી મુજબ મુંબઈના જિયો વર્લ્ડ ક્ધવેનશન સેન્ટરમાં  અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના   લગ્નમાં દુનિયાભરનાં બિઝનેશ ટાયકુન,  ગ્લોબલ સ્ટાર,  રાજકીય અગ્રણીઓ, ફિલ્મ સ્ટાર  સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.  ડેલ હાઉન સિંગર રેમાએ પણ લગ્નમાં  પફોર્મ કરી સ્ટેજ પર આગ લગાવી હતી.

મુંબઈમાં લગ્નવિધિ સહિતનાં ફંકશન પૂર્ણ થયાં બાદ અનંત અને રાધિકા જામનગર પહોંચતાં એરપોર્ટ પર નવદંપતીનું  સ્વાગત કરવામાંઆવ્યું હતું. અનંત અને રાધિકા માટે કાર શણગારવામાં આવી હતી. જેમાં સવાર થઈ નવદંપતી સુરક્ષા બંદોબસ્ત સાથે ’રિલાયન્સ ગ્રીન’ જવા રવાના થયા હતા…  મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાયા બાદ અનંત અને રાધિકા ગઈ કાલે રાત્રે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યાં હતાં. નવદંપતી જામનગર પધારે તે પહેલાં જ રિલાયન્સ પરિવાર દ્વારા તેઓના ભવ્ય સ્વાગતની તૈયારી કરવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.