આગેવાનો ‘અબતક’ની મુલાકાતે
દિકરા-દિકરીઓના સપના-આશા પૂર્ણ ન થાય તેમજ કઈ રીતે તેઓના પ્રોબ્લેમનું સોલ્યુશન આવે તેના પર આધારિત શોર્ટ ફિલ્મ મજબૂરી પ્રોડક્શન ચેનલ ઈપીએચ એન્ટરટેઈનમેન્ટમાં રીલીઝ થઈ ચૂકી છે.
આવનારા સમયમાં બાળકોની મનોવ્યથા કેવી થઈ જશે? એ ના થાય તેના માટે થઈ ને આ એક કથા બનાવી છે. જેમાં બંને બાળકો તેના માતા – પિતાને પણ સમજે છે અને સ્કુલની પણ તેના પર જવાબદારી આવી ગઈ છે. જેમાં ફીઝને લઈને પ્રોબલેમ છે અને તે કુંટુંબ એટલું કેપેબલ નથી કે છોકરાઓની આશાઓ સપનાઓ પુરા થાય. આના પર નિર્મિત કોન્સેપ્ટ છે. જેનાં પ્રોડ્યુસર – પ્રવીણભાઈ, ડાયરેક્ટર – રાઈટર – સેજાદખાન, આસિસ્ટન્ટ ડિરેક્ટર વિવેક ઝાલા, પ્રોેડક્શન મેનેજર જીગીશા ચાવડા, જેની લીડ એક્ટર પ્રવીણભાઈ, કૃપા ઠાકર, અર્ચી પંડ્યા, નીલ ઉનડકટ, જીગીશા, યશ, તુષાર, બંસી, નીશીતા મકવાણા, આ બધા જ લોકો શોર્ટ ફિલ્મના પાર્ટ છે. જે શોર્ટ ફિલ્મનું નામ મજબુરી છે. જે પ્રોડક્શન ચેનલ ઈપીએચ એન્ટરટેઈનમેન્ટમાં રીલીઝ થઈ ચુકી છે. જેમાં મ્યુઝીક રાજુ સુદરા, એડિટીંગ કાવીર ચૌહાણ, ચેતન રાજ્યગુરુ, બોની ભાઈ છે અને આવનારા સમયમાં સમાજને નવું કંઈક આપી શકીએ અને નવું પરિવર્તન તેમનાં વિચારોમાં લાવી શકીયે. એવા પ્રયત્નો કરાયા છે. શહેરના ન્યુ લોકોનું ટેલેન્ટ બહાર લાવવાનો એક નાનો પ્રયાસ શોર્ટ ફિલ્મ થકી કરાયો છે તેમ અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું.