રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ “ન્યૂટન” 22 સપ્ટેમ્બર રીલિઝ થઈ ગઈ છે, ત્યારે રીલિઝના દિવસે જ ફિલ્મને ઓસ્કરમાં ઓફિશિયલ એન્ટ્રીથી મોટી સફળતા મળી છે. રાજકુમારે ટ્વિટ કરીને તેની જાણકારી આપી હતી. તેણે લખ્યુ હતું કે આ વર્ષે ઓસ્કરમાં ન્યૂટનની એન્ટ્રી માટે પૂરી ટીમને શુભકામનાઓ પાઠવું છું. સાથે ફિલ્મ વિષે લખ્યું કે, અલગ વિષયને લઈને આ ફિલ્મ ચર્ચાનું કેન્દ્ર બની છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ફિલ્મ ‘ઈન્ટ્રોગેશન’નું નામ ભારત તરફથી ઓસ્કર માટે મોકલવામાં આવ્યું હતુ.
રાજકુમાર રાવ ની ફિલ્મ ‘ન્યૂટન’ એક પોલિટિકલ પર આધારિત છે. જેમાં વોટિંગ જેવા મહત્વના મુદ્દાને બતાવવામાં આવ્યો છે. તેની વાર્તા છત્તીસગઢની એક જંગલી વિસ્તારની છે, જ્યાં વર્ષોથી વોટિંગ થયું જ નથી.આ જગ્યા પર નક્સલિયોના ડરથી લોકો વોટ આપવા જતા નથી અને ચૂંટણી અધિકારીઓ પણ ત્યાં જવાથી ડરે છે. આ વિસ્તારમાં ચૂંટણી અને તે સમયે આવતી મુશ્કેલીઓ ફિલ્મમાં બતાવવામાં આવી છે.ફિલ્મમાં રાજકુમાર ઉપરાંત પંકજ ત્રિપાઠી, અંજલી પાટિલ, રધુવિર યાદવ, સંજય મિશ્રા પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મને અમિત મસૂરકરે ડિરેક્ટ કરી છે. આ પહેલા અમિતે ‘સુલેમાની કીડા’(2013) બનાવી હતી, જેના ક્રિટિક્સે ખૂબ જ વખાણ કર્યા હતા.