પાક.ના હિન કૃત્યનો ભારતીય સૈન્ય દ્વારા જડબાતોડ જવાબ: બે ચોકીઓ અને ૮ નાપાક સૈનિકોને ફૂંકી માર્યા

સૈન્યએ જવાબી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પાકિસ્તાનની બે ચોકીઓ અને ૮ સૈનિકોને ફૂંકી મરાયા છે. ગઇકાલે સીઝફાયરનો ભંગ કરી ભારતીય જવાનો પર છુપાઇને નાપાક પાક. સૈન્યએ હુમલો કર્યો હતો. બે જવાનોના શરીરને પાક. સૈન્યએ ક્ષત-વિક્ષત કર્યા હતા. શિરચ્છેદ કરાયોહતો. તેમના શરીરના ટુકડા કરવાની ગુસ્તાખી કરી હતી. આ ઘટનાથી પાકિસ્તાનનો બર્બર ચહેરો સામે આવ્યો છે. આ ઘટના બાદ સરકારે ભારતીય સૈન્યને પાકિસ્તાનના છોતરા કાઢી નાખવાની છુટ આપી છે. જેના પરિણામે આર્મીએ વળતો હુમલો કરી આતંકીઓને પનાહ આપનાર પાક.ની બે ચોકીઓ નસ્તેનાબુદ કરી નાખી છે.

ભારતમાં રપ૦ મીટર અંદર ઘુસી જવાનો સાથે કાયરતા ભર્યુ કૃત્ય કરનાર પાકિસ્તાન ઉપર ફરીથી સર્જીકલ સ્ટ્રાઇક થઇ શકે તેવી સંભાવના છે. ગૃહમંત્રી રાજનાથસિંઘે હાલ ભારતીય સૈન્યને છુટ્ટો દૌર આપ્યો છે. ગઇકાલે પાકિસ્તાને કરેલા હુમલામાં ઘાયલ જવાનોની હાલત ગંભીર છે. આ ઘટનાના આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉગ્ર પ્રત્યાઘાતો પડે તેવી સંભાવના છે. સંરક્ષણ પ્રધાન અ‚ણ જેટલીએ શહીદોની શહાદત એળે નહી જવા દેવાનો નિર્ધાર કર્યો છે અને પાકિસ્તાનને હિચકારા કૃત્યની કિંમત ચુકવવા તૈયાર રહેવા જણાવ્યું છે. પરિણામે ભારત પાકિસ્તાનના સંબંધો વણસશે અને યુદ્ધની સ્થિતિ ઉભી થઇ શકે છે.

ગઇકાલે કૃષ્ણ ઘાટીમાં બીએસએફ ટુકડી બોર્ડર પર ઘુસણખોરોએ સુરંગ બિછાવી છે કે કેમ? તે ચેક કરવા ગઇ હતી ત્યારે ભારતમાં રપ૦ મીટર અંદર ઘુસીને છુપાઇને બેઠેલા પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમના સેનિકો-આતંકીઓએ ભારતીય જવાનોની ગોળી મારી હત્યા કરી હતી અને તેમના ટુકડે ટુકડા કર્યા હતા. ભારતીય જવાનોની શહીદીની આ ઘટનાથી સમગ્ર દેશમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવા માંગ ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.