આજે નેશનલ પબ્લિક સાયન્સ ડે
સમાજ ઉપર વિજ્ઞાનનાં પ્રભાવની અસરો બદલાતી રહે: પૃથ્વી ગ્રહ પરનું જીવન એટલે સંઘર્ષ: આજે વિજ્ઞાનના કારણે માણસે ઘણી પ્રગતિ કરીને સાધનો, શિક્ષણ, મનોરંજન, ચિકિત્સા જેવા દરેક કાર્યોમાં ખુબજ આગળ વધ્યો છે
વિજ્ઞાન માનવ જીવન માટે વરદાન સ્વરૂપે જ જીવનમાં આવ્યું: વિજ્ઞાનની અવનવી શોધો અને તેની માનવ જીવન પર મોટી અસર થઈ છે: 21મી સદી જ્ઞાન અને વિજ્ઞાનની સદી
આદીકાળથી માનવી તેના રૂટીન જીવનમાંથી શીખીને તેનો બદલાવ કરતો આવ્યો છે. રોજીંદા જીવનમાં વિજ્ઞાનની ઉપયોગીતા વિશેષ જોવા મળે છે. પ્રાચીન કાળનો માનવી સામે આજનો માનવી ઘણો બદલાયેલો લાગે છે. આજે નેશનલ પબ્લિક સાયન્સ દિવસ છે, ત્યારે વિજ્ઞાનનો સામજ સાથે સંબંધ કાળાંતરે સતત બદલાતો જોવા મળે છે. વિજ્ઞાને માણસના જીવનની પેટર્ન પૂર્ણ રીતે બદલી નાંખી છે. આજનું આપણું જીવન આપણાં પૂર્વજો કરતા સાવ અલગ જોવા મળે છે. આજથક્ષ 10 કે બાર દાયકા પહેલા માનવી કુદરતની દયાપર જીવતો હતો, પણ વિજ્ઞાને કુદરત ઉપર માણસની શકિત વધારીને તેનામાં આત્મ વિશ્ર્વાસ વધાર્યો છે. આજનું આરામદાયક જીવન વિજ્ઞાનને આભારી છે.
સમાજ ઉપર વિજ્ઞાનના પ્રભાવની અસરો સતત બદલાતી રહે છે. પૃથ્વી ગ્રહ પરનું જીવન એટલે સંઘર્ષ, પણ વિજ્ઞાનને કારણે માણસે ઘણી પ્રગતિ કરી છે. આજે સાધનો, શિક્ષણ, ચિકિત્સા, મનોરંજન જેવા દરેક કાર્યો વિકાસની હરણફાળ ભરી છે. આજનો માનવી ચાંદ પર પણ પહોચી ગયો છે. આજના યુગમાં સવારથી સાંજ સુધીમાં વિજ્ઞાનની શોધોના ઉપયોગ થકી સરળતાથી જીવન જીવી રહ્યો છે. વિજ્ઞાનના ફાયદાની સાથે ઘા ગેરકાયદાપણ જોવા મળે છે.એક વાત નકકી છે કે વિજ્ઞાન માનવ જીવન માટે વરદાન સ્વરૂપે જ જીવનમાં આવ્યું છે. વિજ્ઞાનની અવનવા શોધોની માનવ જીવન ઉપર ઘણી મોટી અસર થઈ છે. પ્રવર્તમાન 21મી સદી જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે.આજની આપણી જીવન શૈલી ટીવી, મોબાઈલ, ઈન્ટરનેટ, ફિઝ, સ્કુટર કાર વગર જીવન જીવી શકવાની કલ્પના પણ ન થઈ શકે, વિજ્ઞાન એટલે એક એવી પધ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્ર્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી, તેનું ચોકકસ વર્ગિકરણ અને પરિક્ષણ કરી, સમજૂતી સાથે સિધ્ધાંતો વિકસાવવાનો પ્રયત્ન છે. અણુ પરમાણુંની શોધને કારણે પણ આજે વિશ્ર્વ કપરા કાળમાં પસાર થઈ રહ્યું છે. કુદરતની વિવિધ બાબતોનાં પર્યાવરણને આપણે જ બગાડીને ગ્લોબલ વોર્મિંગ જેવી ભયંકર સમસ્યાને આમંત્રણ આપી દેતા, હવે બધા હરિયાળી પૃથ્વી બનાવવાની વાતો કરે છે.
એકવાર ખાલી કલ્પના કરો કે જો શોધો ન થઈ હોતતો આપણું શું થાત? ડાર્વિનના ઉત્ક્રાંતિવાદથી માંડીને આજના કોમ્પ્યુટરના યુગ સુધીની દુનિયા આપણને વૈજ્ઞાનિકોની સતત શોધ અને સંશોધનને કારણે મળી અને જગતને એક નવી દિશા પણ મળી છે. જે કામ અગાઉ વર્ષોમાંથી તો, તે આજે માત્ર કલાકોમાં થઈ જાય છે. વિજ્ઞાનની વિવિધ શોધનો મનવીની જીવન શૈલી બદલી નાંખી છે. આજથી ત્રણ સદી પહેલા મોટાભાગના મૃત્યુ ઈર્ન્ફેમશને કારણે થતા હતા ત્યારે માત્ર એન્ટીબાયોટીકની શોધ માત્રથી મૃત્યુંદર સાવ ઘટાડી નાખ્યો છે.
આજે આપણે વિજ્ઞાનની અદભૂત શોધના પ્રભાવતળેજ જીવન જીવી રહ્યા છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવિધ પાસાઓ, હમેશા માનવીને પૃથ્વી પર બનાવેલી અસરથી ઘેરાયેલા હોય છે. ગ્રહ પર વસતી દરેક વ્યકિત આધુનિક દૈનિક જીવનમાં વિજ્ઞાનની વિવિધ શાળાઓની અસર કે ભુમિકા જોવા મળે છે. રાષ્ટ્રીય જાહેર વિજ્ઞાન દિવસ છેલ્લા 30 વર્ષ થી ઉજવાય રહ્યો છે. 1989માં એની શરૂઆત થઈ ત્યારે આપણને શિક્ષીત થવાની અને વિજ્ઞાન વિશે જાણવાની તક મળી હતી. વિશ્ર્વભરના વૈજ્ઞાનિકોની સખત મહેનતને કારણે જ આપણે અત્યારે વિવિધ ભૌતિક સુવિધા વચ્ચે જીવી રહ્યા છીએ. દુનિયા કયાંથી કયાં પહોચી ગઈને આપણે યુવાનો વિજ્ઞાનમાં રસ લેતા નથી, તેને માટે રસ લે તેવા આયોજનો કરવા પડે છે.આજના દિવસે તમારા સંતાનોને સાયન્સ શો, ડોકયુમેન્ટરી અને સાયન્સ સેન્ટરની મુલાકાત લેવડાવજો. તેની નવી શોક કે સંશોધનમાં પ્રોત્સાહન આપજો. બીબીસી ટીવી ઉપર 2006માં પ્લેનેટ અર્થની ટીવી શ્રેણીના વન્ય જીવનનાં અસાધારણ વિડીયો ફૂટેજ આપણને વાહવાહ પોકારવા મજબૂર કરે છે. આધુનિક વિજ્ઞાનના પિતા ગેલિલિયો ગણાય છે. ભારતના રોકેટ વિજ્ઞાનના પિતા ડો. વિક્રમ સારાભાઈ ગણાય છે. વિજ્ઞાનના ઈતિહાસમાં સંશોધન, આધુનિક વિજ્ઞાન સાથે ભારતની સિધ્ધીઓને પ્રદર્શિત કરવા આઈ એસસીની સ્થાપના કરવામાં આવી છે. નાના બાળકોને પાયામાંથક્ષ વિજ્ઞાનકથા કે બાળવાર્તાનું જ્ઞાન આપવું જરૂરી છે. 1665માં રોબેર્ટ હુૂકે શોધ કરી કે કોષ એ તમામ જીવંત સજીવંનો આધાર સ્તંભ છે.
આ જગતમાં દરેક વસ્તુના બે પાસા હોય છે, સવળા કે અવળા, એમ વિજ્ઞાન માનવજીવન માટે આશિર્વાદની સાથે અભિશાપ પણ બન્યું છે. વિજ્ઞાનની શોધનો ઉપયોગ માનવ જાતના કલ્યાણ માટે વપરાય ત્યારે વિજ્ઞાન વરદાનબની જાય છે, પણ તેના અખતરા કે પ્રયોગો ખતરનાક બનીને વિનાશનું ભયાનક સ્વરૂપ ધારણ કરે છે. 20મી સદીમાં આપણે વિજ્ઞાનના સહારે ઘણી સિધ્ધી હાંસલ કરી હતી આજે જીવલેણ રોગો પણ સાધ્ય બની ગયા છે, પંત્રમાનવ રોબોટની શોધ થતાં માનવી ધણા કાર્યોમાંમ હેનત શુન્ય બનાવી દીધી છે. વિજ્ઞાનની રચનાત્મક અને ખંડનાત્મક અસરોમાંથી માનવીએ પોતે જ વિવેક પૂર્વક પસંદગી કરવાની છે. જો તેનો વિવેક પૂર્વક નો ઉપયોગ થાય તો જ તે માનવજાત માટે વરદાન રૂપ છે.