વિશ્ર્વ જલ દિવસ નીમિતે પૃથ્વી પરના પાણીના એક-એક ટીપાની જાળવણીની જાગૃતિ ચર્ચાઈ રહી છે ત્યારે પૃથ્વી સિવાયના ગ્રહોમાં જીવની શકયતામાં સૌથી વધુ મંગળ ગ્રહ વૈજ્ઞાનિકોના નજરે ચડ્યું છે. મંગળ પર પાણીના પુરાવા મળ્યા પરંતુ તાજેતરમાં આવેલા એક સંશોધનમાં મંગળ પરની જળ સપાટીના દરિયા, સરોવર અને નદીઓનું તમામ પાણી પેટાળમાં સમાઈ ગયું છે અને મંગળની સપાટી કોરી ભઠ્ઠ થઈ ગઈ છે. કેટલાંક અવલોકનમાં વાતાવરણમાં તરતા કણોનો અભ્યાસ કરવામાં આવતા સપાટીનું પાણી હાઈડ્રોઝન અને ઓક્સિઝનમાં વિભાજીત થઈ ગયું છે. મોટાભાગનું પાણી ખડકોમાં સમાઈ ગયું છે અને ત્યાં જામી ગયું છે. ખનીજ અને મીઠામાં 99 ટકા પાણી સમાઈ ગયું હોવાથી મંગળની ભૂમિ અને અત્યારે નપાણી ભૂમિકામાં પહોંચી ગઈ છે. છેલ્લા બે દાયકામાં મંગળ પર થયેલા નાસાના સંશોધનમાં આ વિગતો બહાર આવી છે. મંગળનું પાણી ધરતીના પેટાળમાં અને (અનુ.આઠમા પાને)
ખનીજ ભેગુ ભળી જવા પામ્યું છે. વૈજ્ઞાનિકોના મતે પાણી 100 થી 1500 મીટર અથવા 330 થી 5000 ફૂટ ઉંડે ચાલ્યું ગયું છે. ઓછામાં ઓછી 2000 ફૂટની સપાટીએ પાણીનો સંગ્રહ હોવાનું તારણમાં મળી રહ્યું છે. 3 કરોડ વર્ષ પહેલા પૃથ્વીની જેમ જ મંગળમાં પાણીનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અત્યારે મંગળનું પાણી પાણી સ્વરૂપે નહીં પરંતુ ભૂગર્ભ જળ તરીકે અને વાતાવરશમાં ઓક્સિજનના રૂપમાં પહોંચી ગયું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, વાતાવરણમાં ઓક્સિજન અને હાઈડ્રોજનમાં વિભાજીત થયેલા પાણીના પ્રમાણને એક કરવા અણુ બોમ્બ ફોડવો જોઈએ. પૃથ્વી પર પણ પાણી ખડકોમાં સોસાય જાય છે પરંતુ ફરીથી વાતાવરણના કારણે તે જવાળામુખીના રૂપમાં બહાર આવે છે. મંગળ પર પણ જવાળામુખીનું અસ્તિત્વ છે પરંતુ પાણીની સપાટી પર અછત પ્રવર્તી રહી છે.