ખય કે પાન બનારસવાલા…
શહેરમાં માવા-પાનના શોખીનો વધતા જતાં હોવાથી પાનના ગલ્લાવાળા વિવિધ નુસ્ખા કરીને વ્યસનીઓને
આકર્ષે છે. ચાર આંકડાની કિંમતના પાન સાથે સસ્તાને સારા પાનનો પણ દબદબો બરકરાર
રંગીલું રાજકોટ ખાન પાન સાથે ઉત્સવ પ્રીય છે. અહીં સારી હોટેલમાં મોધુંદાટ ટેસ્ટી ભોજન સાથે ફુટપાથની રેંકડી પર મળતા ચટકાદાર અલ્પાહારનો પણ દબદબો છે. રાજકોટવાસીઓમાં યુવા વર્ગથી મોટેરા મોટે ભાગે વ્યસનીઓ જોવા મળે છે. ત્યારે ભોજન બાદ પાન-માવા ચસ્કો જોવા મળી રહ્યો છે. આ રાજકોટ છે, અહીં ચાર આંકડાની કિંમત વાળા પાન સાથે ‘મીઠા’મધમધતા પાન મળી રહ્યા છે. નાની કેબીનોને ફુટપાથ પર સવારથી સાંજનો ધંધો કરીને આજવિકા રળનારની સંખ્યા પણ મોટીછે.
લાલબાદશાહ ના નામથી શહેરમાં અંદાજે દશથી વધુ ફુટપાથ પરની કેબીનો છે. વર્ષો પહેલા શેઠ હાઇસ્કુલ સામે ‘કના રાજા’ ના રૂા.૧ માં પાનનો જમાનો હતો. જેના ગ્રાહકો પર વી.આઇ.પી. હતા જે દશ પાન સાથે બંધાવતા હતા. પી.ડી.એમ. કોલેજ પાછળના વિસ્તારોમાં આવેલી આવી કેબીનોની મુલાકાત અબતકે લીધી ને સસ્તા પાનની વિગતો મેળવી હતી.
લાલ બાદશાહ પાન ખાયે સૈયા હમારા…. કેબીન ચલાવતા અશરફભાઇ પહેલા દાણાપીઠમાં બોરી ઉપાડવાની મજુરી કરીને બસો-ત્રણસો કમાઇ લેતા હતા. બે પુત્રોને એક પુત્રી સાથેનો પાંચ સભ્યોનો પરિવાર કોરોના મહામારી લોકડાઉનના કારણે ધંધા રોજગાર ઠપ્પ થઇ જતા અનલોક સમયે રૂ. ૧૦ માં ત્રણ પાનનો નવતર પ્રયોગ કરીને સાંજ પડે ૪૦૦ થ વધુ પાનનો વકરો કરીને રૂ. ૪૦૦ કમાવા લાગ્યા હતા.
લાલબાદશાહ કેબીનમાં અશરફભાઇ પડો, ૧૩૫ વાળા તમાકુ અને મસાલાવાળા પાન બનાવે છે. પરપ્રાંતિયો મજુરો શ્રમીકો સવારે જ વીસ રૂા. ના છ પાનનો સ્ટોક લઇ જઇને મજુરીએ જાય છે. અશરફભાઇના નિયમિત ગ્રાહકોમાં બેંક કર્મચારી, બી.એસ.એન. એલ. નો સ્ટાફ ચાના શોખીનો કર્મચારીઓ સાથે નિયમિત પાન માવાનું વ્યસન કરનારા છે. અમુક ચાહકો તો અશરફભાઇ કામમાં હોય તો પોતે જાતે જ પાન બનાવી લે છે!!
મીઠાપાન ‘લાલ બાદશાહ’માં સલી, વરિયાળી, સોપારી સાથે ટુટી ફૂટી નાંખે છે. તેઓ સેકેલ સોપારી મોંધી પડતી હોવાથી નથી રાખતાં એક પાને રૂ. ૧ મળતો હોવાથી સાંજે ૩૦૦ થી૪૦૦ નો વકરો કરીને અશરફભાઇ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. અનલોકમાં એકી-બેકી સીસ્ટમ વખતે થોડી મુશ્કેલી પડી હતી પણ સૌના સહકારથીથોડા સમયમાં દુર થઇ તેમ અશરફભાઇએ અબતકને જણાવેલ છે.
કોરોના મહામારીએ ધંધો રોજગાર ઉપર મોટી અસર કરી છે ત્યારે આવા નાના ધંધાર્થીઓને પડતી મુશ્કેલીમાં વ્યસનીઓ સહયોગ આપીને મદદ કરતાં જોવા મળે છે. રંગીલા રાજકોટમાં પાન માવાના રસિકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે આવા નાના કેબીનો વાળા પર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.