બી-ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ડિકોય ગોઠવી કર્યું પેટ્રોલિંગ

રાજકોટમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના ઇંતેજામ કરવામાં આવી રહ્યા છે. જેને પગલે શહેરમાં છેડતીના બનાવો રોકવા અને રોમિયોગીરી કરનારા ઇસમોને પકડી પાડવા માટે મહિલા પોલીસની જ દુર્ગાશક્તિ ટીમ તૈયાર કરવામાં આવી છે. બી ડીવીઝનની દુર્ગાશક્તિ ટીમે બુધવારે ડીકોય પણ ગોઠવી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ એહમદ, ઝોન-1ના નાયબ પોલીસ કમિશનર પ્રવિણકુમાર અને ઉત્તર વિભાગના મદદનીશ પોલીસ કમિશનર એસ.આર. ટંડેેલે શહેરમાં મહિલાઓ અને યુવતીઓની છેડતી કરનારા રોમિયોને પકડી પાડવા ડીકોય ગોઠવવાનો આદેશ કર્યો હતો.

શહેરનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મળેલા આદેશનું પાલન કરવા માટે પીઆઇ એમ.બી. આસુરાના માર્ગદર્શનમાં બી ડિવિઝનની પોલીસ મહિલા પાંખની દુર્ગાશક્તિ ટીમે રોમિયોગીરી કરનારા ઇસમોને પકડી પાડવા માટે ડીકોય ગોઠવી હતી. દુર્ગાશક્તિની નારીઓ સાદા ડ્રેસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગોઠવાઇ ગઇ હતી.

રાજકોટના પોલીસ સ્ટેશન હદમાં આવતા ભીડભાડવાળા વિસ્તારો અને છેડતી થવાની સંભાવના વાળા પીકઅપ પોઇન્ટ્સ પર પોલીસે ઓળખ છુપાવી પેટ્રોલિંગ પણ કર્યું હતું. જો કે આ સમગ્ર માથાપટ્ટી બાદ એક પણ રોમિયો પોલીસને હાથ લાગ્યો નહતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.