ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની વિવિધ 33 વિભાગોમાં 209 જગ્યા માટેની પરીક્ષાનાં ફોર્મ આગામી 15 ઓગસ્ટથી ભરી શકાશે. GPSC આવતા મહિનાથી 209 જગ્યા પર ભરતીની પ્રક્રિયા શરૂ કરશે. સૌથી વધુ 150 જગ્યા નાયબ સેક્શન અધિકારી-નાયબ મામલતદાર ક્લાસ-3ની ભરાશે. GPSCએ ઓનલાઇન જાહેર કરેલા તેના વાર્ષિક કેલેન્ડરમાં ઓગસ્ટનો કાર્યક્રમ મૂકાયો છે. ઓગસ્ટમાં ભરતી થનારી મોટા ભાગની સંખ્યામાં પ્રાધ્યાપકોનો સમાવેશ થાય છે.
કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે ઓગસ્ટમાં સરકારી કચેરીમાં વર્ગ-1 અને 2ની જગ્યાઓ પર ભરતી કરાશે. GPSCએ પરીક્ષા પહેલા જ એન્ટ્રેન્સ એક્ઝામ, ઇન્ટરવ્યૂ અને ફાઇનલ પરિણામની પણ તારીખ જાહેર કરી છે