વડોદરા પીટીએસ ખાતે લોકરક્ષકદળની પાસીંગ આઉટ પરેડમાં ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાની મહત્વની જાહેરાત: રાજયમાં પોલીસની કામગીરીને બિરદાવી
ગુજરાતમાં લાંબા સમયથી પોલીસની ઘટ હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે વડોદરા ખાતે લોકરક્ષકદળમની વડોદરા ખાતે પાસીંગ આઉટ પરેડ દરમિયાન ૧૦ હજાર પોલીસ જવાનોની ભરતી કરવાની રાજયના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મહત્વની જાહેરાત કરી છે.
રાજયના પોલીસ સ્ટાફમાં ઘણા લાંબા સમયથી ભરતી થઇ નથી અને તેની સામે નિવૃત થવાની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. ત્યારે પોલીસ જવાનોનું સંખ્યાબળ વધારવા માટે સરકાર દ્વારા કવાયત હાથધરી છે.
તાજેતરમાં જ પોલીસમાં લોકરક્ષકદળના જવાનોની થયેલી ભરતી બાદ વડોદરા પીટીએસ ખાતે તાલિમ આપવામાં આવી હતી તેઓની ટ્રેનિંગ પુરી થતા લોકરક્ષક પાસીંગ આઉટ પરેડમાં ખાસ હાજર રહેલા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજયમાં ૧૦ હજાર પોલીસની ભરતી કરવાની જાહેરાત કરી છે.
રાજયમાં પોલીસનું સંખ્યાબળ વધારવા માટેની ૧૦ હજાર કોન્સ્ટેબલની ભરતી કરવાની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવ્યાનું અને મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીને મંજુરીની મહોર મારી દીધી હોવાનું ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
પોલીસની ભરતીમાં શિક્ષિત યુવાનો આવતા હોવાથી પોલીસની કામગીરીમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. પોલીસની કાર્યક્ષમમાં પણ ઘણો સુધારો થયો છે.
હાલના સમયમાં ગુનેગારોને શોધવા અને અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેવા પોલીસને કમ્પ્યુટર, સીસીટીવી ફુટેજ અને મોબાઇલ નેટવર્ક લોકેશન સાથે સુદ્રઢ બનાવી તેઓને હાલના સમયને ધ્યાને રાખીને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
પોલીસની ટ્રેનિંગ શાળામાં પણ આધૂનિક સાધનો પુરો પાડવામાં આવી રહ્યા છે. અને પોલીસને આધૂનિક હથિયારોનો અભ્યાસ પણ કરાવવામાં આવે છે.
પોલીસ વધુને વધુ આધૂનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી થઇ હોવાથી પોલીસની કામગીરીમાં પણ ઘણા સુધારા સાથે સારૂ પરિણામ આવ્યું છે.
લોકરક્ષક જવાનોની પાસીંગ આઉટ પરેડનું નિરિક્ષણ કરી ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તમામને શુભેચ્છા પાઠવી વિશ્વ માં સ્કોટલેન્ડ પોલીસની વાહ વાહ થઇ રહી છે તેમ ગુજરાત પોલીસની થાય તેમ જણાવી તેઓને કાર્યક્ષમતા મુજબ વધુ સારૂ કામ કરી પોલીસ અને રાજય સરકારનું ગૌરવ વધારવા પર ભાર મુકયો હતો.
તેઓએ આગામી ટૂંક સમયમાં જ રાજયમાં ૧૦ હજાર જેટલા પોલીસ કોન્સ્ટેબલોની ભરતી થવાથી જુદા જુદા શહેરોમોં પોલીસની અછતની રાવ નહી રહે તેમજ લોકોની અરજી અને ફરિયાદનો ત્વરીત ઉકેલ આવશે તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.