સીઆઈટી-૧, ૩ અને જામનગરને મળેલા ૩૨૦૧ કરોડ રૂપિયાના લક્ષ્યાંકની સામે વસુલાત માત્ર ૧૨૭૯ કરોડની રૂપિયાની જ
સમગ્ર દેશ જ્યારે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યું છે. ત્યારે મંદીના ઓછાયા હેઠળ સરકારી કચેરીઓ પણ આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. દેશને જે રેવન્યુ પુરી પાડી દેશ ચલાવવામાં જે વિભાગો મદદરૂપ થાય છે તે તમામ વિભાગોને પણ જાણે મંદીનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. સીબીડીટી દ્વારા આવકવેરા વિભાગને બજેટ કલેકશન અંતર્ગત એક લક્ષ્યાંક આપવામાં આવતો હોય છે ત્યારે ગુજરાત રાજ્યમાં જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ આવકવેરા વિભાગ પીઆરસીઆઈટી-૧,૩ તા સીઆઈટી જામનગરને જે લક્ષ્યાંક મળેલો છે તેની સામે વસુલાત ૫૦ ટકાી પણ ઓછી થઈ હોય તેવું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ આવકવેરા વિભાગને મળેલા ટાર્ગેટ અંતર્ગત જો આંકડાકીય માહિતી લેવામાં આવે તો પીઆરસીઆઈટી-૧ રાજકોટને કુલ ૧૪૦૯ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જે હજુ સુધી માત્ર ૬૦૯.૫ કરોડ રૂપિયા સુધી જ પહોંચી શકયું છે. સીઆઈટી-૧ રાજકોટ હેઠળ ગાંધીધામ, ભુજ, આજી જીઆઈડીસી, લોધીકા જીઆઈડીસી, રાજકોટ જિલ્લાના ગોંડલ, ઉપલેટા સહિત અનેક ગામોનો સમાવેશ થાય છે. ત્યારે સીઆઈટી-૩, રાજકોટમાં સીબીડીટીઈએ સીઆઈટી-૨ને મર્જ કરી ક્ષેત્રફળ મોટુ કર્યું છે. ત્યારે સીઆઈટી-૩ને ૧૪૬૪ કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે હજુ સુધી માત્રને માત્ર ૫૫૮ કરોડ રૂપિયા સુધી જ પહોંચી શકયો છે. સીઆઈટી-૩ના ક્ષેત્રફળ વિશે વાત કરવામાં આવે તો મોરબી, જૂનાગઢ, વેરાવળ, ધોરાજી, રાજકોટ સિટી તથા રાજકોટ જિલ્લાના થોડા ગામડાઓનો સમાવેશ થાય છે. એવી જ રીતે સીઆઈટી જામનગરને ૩૨૮ કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જે હજુ સુધી ૧૧૧.૬ કરોડ રૂપિયા સુધી જ પહોંચી શકયું છે. સીઆઈટી જામનગરના ક્ષેત્રફળ વિશે વાત કરવામાં આવે તો સમગ્ર દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાનો સમાવેશ ાય છે.
આવકવેરા વિભાગના સંપર્ક સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ જે લક્ષ્યાંક સીઆઈટી-૧, ૩ અને જામનગરને આપવામાં આવ્યો છે તેને પહોંચી વળવામાં નિષ્ફળ રહેવા પાછળ અનેકવિધ કારણો જણાવવામાં આવ્યા છે. જેમાં સૌથી મોટુ કારણ મંદી હોવાનું જણાવ્યું છે. સવિશેષ વાત કરવામાં આવે તો આ સમગ્ર વિસ્તારોમાં આશરે ટર્નઓવરમાં ૪૦ ટકા જેટલો ઘટાડો પણ જોવા મળ્યો છે જેની અસર બજેટ કલેકશન પર પૂર્ણત: પડતી હોય તેવું લાગે છે. બીજી તરફ તમામ મેન્યુફેકચરીંગ યુનિટો કે જે ૩ પાળીમાં ચાલતા હતા તેમાંથી ૧ પાળીનો ઘટાડો કરી અનેકવિધ લોકોને બેરોજગારીનો પણ સામનો કરવો પડયો છે. તેની સાથો સાથ જે ઉત્પાદન થવું જોઈ તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. પ્રોડકશનમાં ઘટાડો તાની સો જ એકસ્પોર્ટમાં પણ અનેકગણુ શોર્ટેજ જોવા મળ્યું છે. ત્યારે સુત્રોના જણાવ્યાનુસાર જો હાલ દેશની આર્થિક સ્થિતિ સુધરશે તો તેની સીધી અસર તમામ મેન્યુફેકચરીંગ યુનિટો ઉપર પણ પડશે. સાથો સાથ ઉત્પાદનમાં પણ વધારો જોવા મળશે. જો ઉત્પાદકતા વધશે તો સામે નિકાસ પણ વધશે અને બજારમાં તરલતા આવવાની સો જ સીબીડીટી દ્વારા જે બજેટ કલેકશન આપવામાં આવતો હોય છે તે લક્ષ્યાંકને સરળતાી પહોંચી વળવા આવકવેરા વિભાગને કોઈપણ તકલીફનો સામનો કરવો નહીં પડે.