છાતીમાં દુ:ખાવો એક સામાન્ય સમસ્યા છે જેનાથી દુનિયાભરના લોકો પિડાય છે. તેનાથી કોઇ ફરક નથી પડતો કે દુ:ખાવો કેટલો સામાન્ય કે ગંભીર છે. પરંતુ ખરેખર છાતીમાં દુ:ખાવો થાય તે ગંભીર બાબત છે. છાતીમાં દુ:ખાવો ગરદનની ઉપરના હિસ્સાથી પેટ સુધીના કોઇપણ જાતના દર્દ સાથે જોડાયેલો છે. જેમાં ડાબો હાથ, ગર્ભાશયની કોથળી, કમરના મણક અને પીઠના દર્દો સામેલ છે. છાતીનો દુ:ખાવો મોટાભાગે દુ:ખાવો, સમય મર્યાદા, લિંગ, વર્ષ સ્વાસ્થ્યની સ્થિતિ અને ગુણવતાની તીવ્રતા જેવા કારણો પર નિર્ભય છે. છાતીમાં દુ:ખાવાથી પીડીત જોખમમાં મુકાઇ શકે છે. છાતીમાં દુ:ખાવાના કેટલાક લક્ષણોમાં ઉલટી થવી, ચકકર આવવા, ઉબકા આવવા, ખુબજ વધારે માત્રામાં પરસેવો થવો અને ચીડિયા પણુ સામેલ છે.
એવી એક ગેરસમજ છે કે છાતીમાં દુ:ખાવા થવો તે હ્રદયની સમસ્યાઓ ને આમંત્રણ આપે છે. હ્રદય ઉપરાંત ફેફસા, નસો, પેટ, પૈન ક્રિયા, તેમજ છાતીની માંસ પેશિયોની કોઇપણ પરેશાની પર છાતીના દુ:ખાવાનું કારણ હોઇ શકે છે.આવા જ કેટલાક કારણો અહીં ઉ૫સ્થિત છે જે છાતીમાં દુ:ખાવો કરી શકે છે.
ગેસ્ટ્રોઇન્ટે સ્ટાઇનની સમસ્યા સર્જી શકે છે છાતીમાં દુ:ખાવો…
પેટની ઉપરનો કેટલાક ભાગમાં જો ગેસ ભરાઇ જાય તો તે પણ છાતીમાં દુ:ખાવાને આમંત્રણ આપે છે અને કયારેક આ દુ:ખાવો અસહ્ય વેદના અને જીવલેણ સાબિત થાય છે. આ ઉપરાંત એસોફેંગસ નો સોજો પણ છાતીમાં દુ:ખાવો કરી શકે છે. કોઇપણ વસ્તુ જમતા કે પાણી કે અન્ય કોઇ પ્રવાહી પિતા જયારે ઊંડા શ્ર્વાસ લઇએ ત્યારે છાતીમાં દુ:ખાવાનો અહેસાસ થાય છે. અને જમતી વખતે આ દુ:ખાવામાં વધારો થાય છે.
છાતીમાં દુ:ખાવાના મનોવૈજ્ઞાનિક કારણો…
કેટલાક લોકો આ વાતને સ્વીકારવા તૈયાર નથી કે અવસાદ, તનાવ, ચિંતા અને આતંકી હુમલા જેવી ઘટનાઓ કે મનોવૈજ્ઞાનિક વિકાર છાતીમાં દુ:ખાવાનું કારણ હોઇ શકે છે. હ્રદયના ધબકારા ખુબ જ ઝડપથી વધી જાય તો છાતીમાં દુ:ખાવો થઇ શકે છે. આવા દુ:ખાવામાં મનની ચિંતાગ્રસ્ત સ્થિતિ, ચકકર આવવા, ભય લાગવો, શ્ર્વાસ ભારે થવો અને પરસેવો વધુ થાય છે.એટલે જ હાર્ટ પ્રોબ્લેમને કારણે નહીં પરંતુ અન્ય કેટલાક કારણો પણ છાતીના દુ:ખાવા માટે જવાબદાર છે.
માંસપેશી કે તંત્રિકા વિકાર છાતીમાં દુ:ખાવાનું કારણ બની શકે…
તંત્રિકા કે (નસ) ટૂટતા છાતીમાં જવલનશીલ કે તેજ દર્દ સહિત ઘણી બધી તકલીફ થાય છે. ચિકન પોકસ દરમિયાન પડી જતાં ચાંદા ને કારણે આલી ઉઘરસ આવે છે જેને કારણે છાતીમાં દુ:ખાવો થાય છે.
ફેફસાની તકલીફ પણ છાતીમાં દુ:ખાવાનું કારણ…
છાતીમાં દુ:ખાવામાં મહત્વનું કારણ ફેફસાની તકલીફ છે. છાતીનો દુ:ખાવો શ્વાસ અને શ્વાસ સાથે જોડાયેલી ધમનીઓમાં રકતના ધકકાના કારણે થાય છે.
આ પરિસ્થિતિને ફૂફસિયા એમ્બોલીસમ કહેવામાં આવે કયારેક રકત સંચાર કરતી ધમનીઓમાં દબાણના કારણે છાતીમાં દુ:ખાવો થાય છે.
છાતીનો દુ:ખાવો હંમેશા છાતીના કિનારે થાય છે જયા ફેફસા જોડાયેલા હોય છે જેના પરિણામ સ્વરુપે શ્વાસની તકલીફ થાય છે. નિમોનીયા આજ પરિસ્થિતિમાં થાય છે. નિમોનીયામાં ઉઘરસ, માંસ પેશિયોમાં દુ:ખાવો અને તાવની સાથે છાતીમાં પણ દુ:ખાવો થાય છે.
હાડકાની સમસ્યા છાતીના દુ:ખાવાનું કારણ બની શકે છે…
આપણા શરીરમાં બે હાડકાના ક્ષેત્રો હોય છે. પાસંળીઓ અને સ્ટર્નમ, આ બંને છાતીમાં દુ:ખાવા સાથે જોડાયેલ છે. કોઇપણ પ્રકારની પાંસળીયોનું ફ્રેકચર છાતીના દર્દમાં વધારો કરી શકે છે. જો ફ્રેકચર થયેલું હાડકું છાતી સાથે જોડાયેલું હોય તો તે જગ્યા પર લગાતાર દુ:ખાવો અને થ્રોબિંગ પેદા કરી શકે છે. ઘણીવાર શરીરમાં જે જગ્યાએ હાડકાનું ફેકચર થયું હોય તે જગ્યાએ સોજો ચડી જાય છે. આ પરિસ્થિતિ પાસંળીઓનો સોજો કહેવામાં આવે છે. જેને કારણે દર્દીને શ્વાસ લેતી વખતે સહેજ છાતીમાં દુ:ખાવાનો અહેસાસ થાય છે.