દરેક સ્ત્રીને દર મહિને માસિક ધર્મ દરમિયાન અસહ્ય દુ:ખાવાની સાથે બ્લડનાં વહેવાને પણ સહન કરવું પડે છે. આમ તો માસિક ધર્મ એ કોઇ બિમારી નથી પરંતુ તે દરમિયાન થતાં દુ:ખાવાથી સ્ત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો આવે છે. જ્યારે આ સિવાય એવા કેટલાંક કારણો જવાબદાર છે એ રીતનું જ બ્લીડીંગ થવા પાછળના તો આવો જાણીએ એવા જ કેટલાંક કારણો વિશે ……
– ગર્ભાવસ્થા :
ગર્ભધારણ થાય તે સમય દરમિયાન કેટલીક સ્ત્રીઓને બ્લડ નિકળતું હોય છે. સાથે સાથે ઓર્ગાનિમ્સનો પણ અનુભવ થાય છે. કેટલીક સ્ત્રીઓને પ્રેગ્નેન્સીના શરુઆતનાં મહિનાઓમાં સ્પોટીંગ એટલે કે રક્ત પ્રવાહથી ડાઘા પડવાની સમસ્યા પણ રહેતી હોય છે.
– ગર્ભ નિરોધક સાધનો :
જે સ્ત્રીઓને ગર્ભ નિરોધકનાં રુપમાં જો કોઇ સાધન તેનાં ગુપ્તાંગ એટલે કે વજાઇનામાંથી ક્યારે ક્યારેક બ્લીંડીંગ થઇ શકે છે. જો એવું થાય છે તો ડોક્ટરની સલાહ લેવી એ જ યોગ્ય માર્ગ છે.
– થાઇરોડ :
જે સ્ત્રીઓ થાઇરોડથી પીડીત છે. તેને પણ વજાઇનાથી બ્લીડીંગ થવાની સમસ્યા સતાવતી હોય છે. આ રોગથી પીડાતી સ્ત્રીઓનાં શરીરમાં હોર્મોન્સમાં અસંતુલન થવાથી તેવું થાય છે.
– યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન :
આ પણ વજાઇનામાંથી બ્લીડીંગ થવાનું એક કારણ છે. જેમાં તમારુ બ્લેડર એટલે કે મુત્રાશય જો ઇન્ફેક્ટેડ છે તો પેશાબની સાથે બ્લડ પણ નીકળે છે.
– ગુપ્તાંગનાં રોગ :
જો તમે કોઇ ગુપ્તાંગને સંબંધી રોગ જેવા કે ગાત્રીયા, ચ્લામ્ટિડયા, H.I.V.વગેરે જેવા રોગોથી પીડીત છો તો પણ તેમને વજાઇનામાંથી બ્લીડીંગ થઇ શકે છે.
આ તમામ કારણોનો સમયસર ઉપચાર કરાવવો જરુરી બને છે તેની અવગણના કરવી જીવને જોખમમાં મુકવા સમાન છે.