સામાન્ય રીતે સ્કિનની પ્રકૃતિ નિર્ધારણ આનુવંશિકતા પર નિર્ભર કરે છે. તેમજ કેટલાક કારણ પણ છે. જેના લીધે તમારી સ્કિનમાં ઓઇલ વધી શકે છે. જેથી તમારો ચહેરો અચાનક ઓઇલી બની જાય છે. તો ચાલો જાણીએ સ્કિન ઓઇલી કેવી રીતે થઇ જાય છે.

ચહેરા પર ખીલ નીકળવાનું એક કારણ પીરીયડ્સ પણ હોઇ શકે છે. દર મહિને જ્યારે શરીરમાં હોર્મોનના ઉત્પાદનના રેગ્યુલર સાઇકલ પસાર થાય છે ત્યારે હોર્મોનલ સ્તરોમાં ઉતાર-ચઢાવ આવે છે જે તમારી તેલ ગં્રંથીઓને ઉતેજીત કરી શકે છે અને ત્વચા ઓઇલી બની શકે છે.

– શારીરીક અને માનકિ તણાવના કારણે ઓઇલ ગં્રથીઓના ઓઇલ ઉત્પાદનમાં વધારો થઇ શકે છે તેથી યોગ અને ધ્યાન કરવુ જોઇએ.

તેનાથી તણાવને નિયંત્રિત કરવામાં મદદ મળશે અને તમારી ત્વચા ઓઇલી થતી અટકશે.

– પ્યુબર્ટી દરમિયાન, અસ્થિર હોર્મોનના કારણે એન્ડ્રોજન સ્તરમાં વૃધ્ધિ થાય છે જે ત્વચાને ઓઇલી બનાવે છે. એન્ડ્રોજનજી સ્તર વધવાથી ત્વચા ઓઇલી થાય અથવા તો સિબેશન ગં્રથીઓને પરિપક્વતાના સંકેત આપે છે. અને જેમ-જેમ ગં્રથી પરિપક્વ થઇ જાય છે. તેમ ત્વચા ઓઇલી બનાવ લાગે છે.

– પરસેવો બનાવનાર ગં્રથીઓની ગતિવિધિ સિઝનના કારણે ઘણી વધારે નથી બદલાતી, પરંતુ ગરમ અને વધારે ભેજવાળી સીઝનમાં ચહેરા પર વધારે ઓઇલ દેખાય છે.

– મેકઅપ ચહેરાની ચીકાશ અને પીમ્પલ્સને કવર કરવાનો એક સારો ઓપ્શન છે. પરંતુ તેની સાથે જ ત્યારે મેકઅપ ત્વચાને ઓઇલી બનાવી શકે છે. કોસ્મેટીક પ્રોડ્ક્ટસ ખરીદતા સમયે, ઓઇલ-ફ્રી અને નોન કોમેડોજેનિક મેકઅપ જ પસંદ કરવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.