મહિલા સહિત પાંચની ધરપકડ: અનેક વેપારીઓલને ફસાવ્યાની શંકા સાથે રીમાન્ડ પર લેવા તજવીજ
જોરાવરનગરના વેપારીની એક સપ્તાહ પૂર્વે આડા સંબંધના કારણે થયેલી હત્યાના બનાવમાં હનીટ્રેપ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. કરિયાણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી વિડીયો વાયરસ કરવાની ધમકી દઇ રૂા. ૮ લાખ પડાવવાના પ્રયાસનો ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. હનીટ્રેપમાં ફસાવી વેપારીની હત્યાના ગુનામાં પોલીસે મહિલા સહિત પાંચની ધરપકડ કરી રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર ના જોરાવરનગરના વેપારીના હત્યા મામલે હત્યાકરનારો ની આખી ટુકડી હતી : હની ટ્રેપ કરી વેપારીઓ પાસે પૈસા પડવાતા હોવા નો પોલીસ તપાસ માં ઘટટસ્પોર્ટ.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી રોડ ઉપર વેપારીને ફોસલાવી અને ફસાવી અને હનીટ્રેપ માં ફસાવી અને પૈસા પડાવવા માટે હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર ગામમાં વસવાટ કરતા અને પ્રોવિઝન સ્ટોર ધરાવતા ભરત ભાઈ ચૌહાણ ને હનીટ્રેપ માં વસાવી અને પાંચ આરોપીઓ પૈકી એક મહિલા દ્વારા આઠ લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા.
જેને લઇને વેપારી ભરતભાઈ આઠ લાખ રૂપિયા ચૂકવવામાં સમર્થન મળતા તેમને ખેરાડી ગામમાં બોલાવવામાં આવ્યા હતા અને ચાર શખ્સો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યારે આ માર મારતા વધુ મારી જતાં ઘટનાસ્થળે જ ભાઈનું મોત નીપજયું હતું જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામના વતની મહેશભાઈ પટેલ તેમની બીજી પત્ની ઉર્વશી ડાભી સાથે આ વેપારીને સંબંધો કરી અને વિડીયો ઉતારી અને વેપારી પાસે રૂપિયા ૮ લાખની માંગણી કરવામાં આવી હતી ત્યારે આ વેપારી પાંચ લાખ આપવા ગયા હતા પરંતુ આ ટોળકી પાંચ લાખ લેવા તૈયાર ન હતી જેને લઇને આ વેપારીને બોલાવી અને ઢોરમાર મારવામાં આવ્યો હતો ત્યારે ઘટનાસ્થળે જ મોત થઈ જવા પામ્યું હતું.
ત્યારે ખેરાળી રોડ ઉપર આવેલા કેરોસીન ડેપો પાસે આરોપીઓ એ વેપારીને ઢોર માર માર્યો હતો.અને મોત નિપજાવવા માં આવ્યું હતું.ત્યારે બાવળ ના લાકડા અને બોથડ પદાર્થ થી વેપારીને મારમારવામાં આવ્યો હતો અને મોત નિપજીયું હતું. ત્યારે મહેશ ઉર્ફે મયો પટેલ તેની બીજી પત્ની ઉર્વશી ડાભી પાસે વારંવાર આ વેપારીને મળવા મોકલતો હતો અને મેસેજ કરતો હતો અને એમાં વેપારી ભોળવાઈ જતા ઘરે બોલાવીને વિડીયો બનાવ્યો હતો અને વેપારી પાસે પૈસાની માંગણી કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તમામને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી રોડ ઉપર થયેલા હત્યાના મામલે મહિલા સહિત પાંચ આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે ને વધુ પુછપરછ હાથ ધરવામાં આવતા હત્યા થયેલ ભરત ભાઈ ચૌહાણ ને ઘરે બોલાવી લાવી અને વીડિયો બનાવવામાં આવ્યો હતો અને પૈસા માંગવામાં આવ્યા હતા ત્યારે આ વેપારીની જેમ સુરેન્દ્રનગરના અનેક વેપારીને ફસાવ્યાનું શંકા સાથે પોલીસ મહેશ પટેલ અને ઉર્વશીને પુછપરછ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા ના ખેરાળી ગામનાં વતની મહેશ પટેલ અવાર નવાર વેપારીઓને ફોસલાવી અને ઘેર બોલાવી અને તેની બીજી પત્ની ઉર્વશી ડાભી સાથે વિડીયો બનાવતો હતો અને વેપારીઓને ફોસલાવી અને પૈસા પડાવવાનો કારસો તો કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
વેપારીઓને ત્યાં ઉર્વશી ડાભી જતી અને ત્યાં વેપારી સાથે મુલાકાત કરતી આંખ મેળવતી અને મુલાકાત બાદ પોતાનો નંબર વેપારીઓને આપતી આ નંબર આપ્યા બાદ ઉર્વશી પટેલ જાતે જ વેપારીઓને મેસેજ કરતી ૂવફતિંફાા કરતી અને પછી મળવા ઘરે બોલાવતી ત્યારબાદ મહેશ પટેલ ઉર્વશી ડાભી ના ઘેર જય કેમેરો ગોઠવી આવતો અને સમગ્ર બાબત નો વિડીયો બનાવી અને વેપારીઓને દેખાડતો અને પૈસા પડાવતો હોવાની કબુલાત આપી છે.