પોલીસે કબ્જે કરેલી ગન અને મૃતદેહમાંથી મળેલી ગોળીનું એફએસએલમાં કરાયેલા પુથ્થકરણના અભિપ્રાયથી આરોપીને મળી બચવાની તક
આપણે ત્યાં કહેવત છે કે, ‘શાહુકારની એક આંખ અને ચોરની સો આંખ’ને સાર્થક કરતી ઘટના પ્રકાશમાં આવી છે. ફાયરિંગમાં મૃત્યુ પામેલી વ્યકિતના અંતિમ સંસ્કાર બાદ મળી આવેલી ગોળી અને પોલીસ દ્વારા કબ્જે કરાયેલી ગન સાથે મેચ ન થતા મારણનું કારણ બનેલી ગોળી બચાવનું તારણ બની છે.
હત્યાના ગુનામાં જેલ હવાલે થયેલા આરોપીનો અદાલતે છુટકારો કર્યો છે.
વસીદ હૈદર નામના શખ્સે ફાયરિંગ કરી એક વ્યક્તિની હત્યા કરતા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. વસીદ હૈદર સામે કેસની સુનાવણી છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોચી હતી.
મૃતકનું પોસ્ટમોર્ટમ કરાયું ત્યારે તેના શરીર પર ઇજાના બે નિશાન હતા જેમાં એક નિશાન ગોળી લાગ્યાનું અને બીજુ નિશાન શરીરમાંથી ગોળી નીકળ્યાના હતા.
મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે તેના શરીરમાં રહેલી ગોળી મળી આવતા એડવોકેટ દ્વારા પુથ્થકરણ માટે મોકલવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા હત્યામાં વપરાયેલી ગન કબ્જે કરવામાં આવી તેનું ફોરેન્સિક નિષ્ણાંત પાસે પુથ્થરકરણ કરવામાં આવ્યું હતું. એફએસએલ દ્વારા અપાયેલા અભિપ્રાયમાં સામે આવ્યું કે, મૃતકના શરીરમાં ગોળીના બે નિશાન હતા. જેમાં એક ગોળી લાગવાના કારણે અને બીજુ તેને કાઢવાના પ્રયાસનું હતું પરંતુ અંતિમ સંસ્કાર સમયે ગોળી શરીરમાંથી જ નીકળી હતી. ફોરેન્સિક લેબમાં શરીરમાં બે ઘા હોવાનું તારણ વકીલે જુઠુ પાડયું હતું. ત્યાં સુધી હત્યા સ્થળેથી મળેલી બંદુકની માહિતી ગુપ્ત રાખવામાં આવી હતી. ઘટના સ્થળથી ૩૮ બોરની પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે મૃતકના શરીરમાંથી મળી આવેલી ગોળી ૩૨ બોર કોલ્ટ પિસ્તોલની હોવાનો સ્પષ્ટ અભિપાય અપાયો હતો.
૧૬ માર્ચ ૨૦૧૧માં કાનપુરમાં સાંપ્રદાયક દંગા ફસાદ થયા હતા જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જેની સુનાવણી હાઇકોર્ટમાં પહોચતા હૈદરને દોષિત જાહેર કરી જેલની સજા કરવામાં આવી હતી. અને સમગ્ર કેસ સુપ્રિમ કોર્ટ સુધી પહોચતા દેશની વડી અદાલતે હૈદરને નિર્દોષ ઠરાવી છુટકારો કર્યો છે. આ જ પ્રકારની એક સૌરાષ્ટ્રમાં ઘટના બની હતી પણ ત્યારે એફએસએલની આટલી સુવિધા ન હોવાથી આરોપીને સજા ભોગવવી પડી છે.